For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં 166 ગુનેગારોનું લિસ્ટ તૈયાર, એક્શન શરૂ

11:17 AM Mar 19, 2025 IST | Bhumika
મોરબીમાં 166 ગુનેગારોનું લિસ્ટ તૈયાર  એક્શન શરૂ

Advertisement

માથાભારે તત્ત્વોના ગેરકાયદે વીજ જોડાણો કટ

મોરબીમાં હિસ્ટ્રીશીટરોના ઘર પર બુલડોઝર ફેરવ્યા બાદ મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને ગેરકાયદેસર વીજ જોડાણો કટ કરવામાં આવ્યા હતા.

Advertisement

ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાએ કરેલા આદેશનાં પગલે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જીલ્લાના જુદા જુદા 166 હિસ્ટ્રીશીટરોની યાદી બનાવવામાં આવી છે. અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લાના માળિયા મીયાણા, હળવદ, મોરબી શહેરના વિશિપરા, કાલિકા પ્લોટ, જોન્સ નગર, મછીપીઠ સહિતના જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. મોરબી જિલ્લામાં લિસ્ટેડ ગુનેગારોએ લીધેલા ગેરકાયદેસર વીજ જોડાણ પર તવાઈ બોલાવી હતી. જેમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો કટ પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અમુક ગુન્હેગારોને પીજીવીસીએલ ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીમાં ઈરફાન વલીમહમદ કટારા (રહે કુલી નગર 1), શાહરૂૂખ ફિરોજભાઈ પઠાણ, ઈકબાલ ગુલમામદ માણેકના ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતા, તેમજ ટંકારામાં કુલદીપસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરાયા હતા. જયારે હળવદમાં પણ બે હિસ્ટ્રી શીટરના ગેરકાયદે વીજ જોડાણ કટ કરાયા હતા. આટલું જ નહિ આગામી સમયમાં ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

હળવદમાં બૂટલેગરોએ સરકારી જમીનમાં હોટલ ખડકી લંગરિયા નાખ્યા
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી નામના બે ભાઈ છે તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ દારૂૂના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વોની હાઈવે નજીક આવેલ ઘરનો રોટલો નામની હોટલમાં પી. આઇ આર.ટી વ્યાસ સહિત હળવદ પોલીસ ટીમે આ અસામાજિક તત્વોની હોટલ ચેક કરતા ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવતા પી.જી.વી.સી.એલ.સ્ટાફ કે.પી.પટેલ જુનિયર એન્જિનિયર હળવદની ટીમને બોલાવીને આ કનેક્શન દૂર કરવામાં આવ્યા અને આ અંગેની ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ હોટલ જ્યાં છે તે જગ્યાની બાંધકામ કરવા અંગે નગરપાલિકાની મજૂરી લીધેલ નથી આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવેલ છે જેથી આગામી સમયમાં નગરપાલિકા મારફતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement