મૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 42300 બોટલ દારૂ મગાવનાર બૂટલેગર સહિત ત્રણની શોધખોળ, સ્થાનિક પોલીસ અંધારામાં
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વાડી વિસ્તારમાં બુટલેગરે છુપાવેલો રૂૂ.82 લાખની કિમતનો 42300 બોટલ વિદેશી દારૂૂ કબજે કરી દારૂૂનો જથ્થો મંગાવનાર સાંગધ્રાના બુટલેગર અને સપ્લાયર સહીત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના સાંગધ્રા ગામની સીમમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોય આ દરોડા બાદ હવે સ્થાનિક મુળી પોલીસ સ્ટેશનના સ્ટાફ સામે પગલાં લેવાઈ શકે છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.એસએમસીના આ દરોડામાં વિદેશી દારૂૂની 42,300 બોટલો જપ્ત કરી છે. જપ્ત કરાયેલા દારૂૂની કિંમત રૂૂ. 81,97,968 છે. આ ઉપરાંત બે વાહનો કિંમત રૂૂ. 20,000 મળી કુલ રૂૂ. 82,17,968નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર એસએમસીના પીએસઆઇ એન.એચ.ચૌહાણ અને તેમની ટીમે આ કાર્યવાહી કરી છે. દરોડા બાદ તપાસ કરતા 82 લાખનો વિદેશી દારૂૂ મુળીના સાંગધ્રા ગામના બુટલેગર હરેશ જેમાભાઈ સરદીયાએ મંગાવ્યો હોય આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બુટલેગર હરેશ ઉપરાંત દારૂૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બે શખ્સો સહીત ત્રણને ફરાર જાહેર મુળી પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે. આ કેસની વધુ તપાસ મુળી પોલીસ ચલાવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ આટલો મોટો દારૂૂનો જથ્થો મળી આવતા આ મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા હવે એસએમસીના દરોડા બાદ સ્થાનિક મુળી પોલીસના જવાબદાર સામે પગલાં લેવાઈ શકે છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કામગીરી કરી હતી.
42300 બોટલ વિદેશી દારૂ સાચવવા મૂળી પોલીસ ટેશનની જગ્યા ટૂંકી પડી
સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા બુટલેગર સામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કાયવાહી કરી રહી છે. મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વાડી વિસ્તારમાં બુટલેગરે છુપાવેલો રૂૂ.82 લાખની કિમતનો 42300 બોટલ વિદેશી દારૂૂ કબજે કરી દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોય આ દારૂૂનો જથ્થો મુદ્દામાલ મુળી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો ત્યારે આટલા મોટા પ્રમાણ માં વિદેશી દારૂૂનો જથ્થો સાચવવા માટે મુળી પોલીસ મથકની જગ્યા ટુકી પડી હતી. મુળી પોલીસ મથકે વિદેશી દારૂનો જથ્થો ઉતારવા મજુરોની મદદ લેવી પડી હતી.