સામખિયાળીના શાંતિનગર પ્લોટમાં કેબીનમાંથી 5.63 લાખનો દારૂ મળી આવ્યો
સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં પતરાની કેબીનમાં વીદેશી શરાબનો જથ્થો રાખી વેપલો કરાતો હોવાની બાતમીના પગલે ત્યાં દરોડો પાડતાં રૂૂ.5.63 લાખના મુલ્યનો દારૂૂનો જથ્થો ઝડપાયો પણ બુટલેગર અંધારાનો લાભ લઇ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂૂધ્ધ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સામખિયાળી પીઆઇ વી.કે.ગઢવીએ વિગતો આપી હતી કે, શનિવારે રાત્રે તેમને બાતમી મળી હતી કે, શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતો નવીન જેશાભાઇ કોલી પતરાની કેબિનમાં વીદેશી દારૂૂનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં પોલીસને જોઇ બુટલેગર નવીન ભાગ્યો હતો તેનો પીછો કરી પકડવા પોલીસે પ્રયાસ કર્યો પણ અંધારાનો લાભ લઇ તે નાસી જવામાં સફળ રહ્યો હતો.
પોલીસે કેબિનની તલાશી લેતાં તેમાં રાખેલા રૂૂ.5,63,400 ના મુલ્યના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની 366 મોટી બોટલો અને 336 ક્વાર્ટરિયા મળી આવતાં તે જપ્ત કરી ભાગી ગયેલા બુટલેગર વિરૂૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.