જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી
ચાર શખ્સોની ધરપકડ, બે બુટલેગરના નામ ખુલ્યા, 3720 બોટલ અને ચાર કાર કબજે
જામકંડોરણા નજીક ચાલતા દારૂૂના કટિંગ વખતે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.46 લાખની કીમતની વિદેશી દારૂૂની 3720 બોટલ અને ચાર કાર સહીત રૂૂ. 86.55 લાખના મુદ્દામાલ સાથે ધોરાજી અને જૂનાગઢના ચાર શખ્સોની ધરપકડ કરી દારૂૂનો જથ્થો મંગાવનાર બે બુટલેગર અને મોકલનારના નામ ખોલી તમામની ધરપકડ માટે વધુ તપાસ શરુ કરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા દારૂૂ જુગારના કેશો શોધી કાઢવા સારૂૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા પીએસઆઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, મિરલભાઈ ચંદ્રવાડીયાને મળેલી સંયુક્ત બાતમીને આધારે જામકંડોરણા નજીક દારૂૂ કટીંગ વખતે દરોડો પાડી.
46 લાખની કીમતની વિદેશી દારૂૂની 3720 બોટલ અને ચાર કાર હુડાઇ કંપનીની ક્રેટા કાર રજી. નંGJ-10-DE-9741,હુડાઇ કંપનીની વેન્યુ કાર રજી.નં.GJ-11-BR-7244, હુડાઇ કંપની ક્રેટા કાર રજી.નં. GJ-06-JQ-6199,કીયા કાર રજી.નં. GJ-06-PA-8448 સહીત રૂૂ. 86.55 લાખના મુદ્દામાલ સાથે જુનાગઢના સામતભાઇ ભીમાભાઇ દેવાભાઇ કરમટા, હીરાભાઇ જીવાભાઈ બાવાભાઈ મોરી, રાજુભાઇ ડાયાભાઇ હીરાભાઇ સીંઘલ, ધોરાજીના કારૂૂભાઇ ધીરૂૂભાઈ રાજાભાઈ ગોહેલની ધરપકડ કરી રાજુભાઇ પોલાભાઇ કોડીયાતર ભાવેશભાઇ ભોજાભાઇ કોડીયાતરનું નામ ખોલ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી ગોહીલ તથા આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા અનીલભાઇ બડકોદીયા, શક્તીસીહ જાડેજા, તથા પો.હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, તથા પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રવાડીયા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ દ્વારા કામગીરી કરી હતી.