વેરાવળમાંથી રૂા.44 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ માં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ એમ સી) દ્વારા દારૂૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે વેરાવળ શહેરમાં એસ એમ સી ની ટીમ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને રૂૂા.44.23 લાખની કિંમતનો વિદેશી દારૂૂનો જંગી જથ્થો મળી કુલ રૂૂા.85.61 લાખના મુદામાલ સાથે કુખ્યાત બુટલેગર રેનિશ કાપડિયા સહિત ત્રણને ઝડપી પાડેલ છે. દારૂૂ ભરેલા ટેન્કર ને ટેન્કર માંથી માલ ઉતારાય તે પહેલાં જ ઝડપી પાડી પચોરખાનાથ માંથી 19,395 બોટલ દારૂૂ જપ્ત કરેલ છે.આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર એસ એમ સી ને મળેલી બાતમીના આધારે વેરાવળ શહેરની હુડકો સોસાયટી નજીક ટેન્કરમાં ગુપ્ત રીતે વિદેશી દારૂૂનો જથ્થો ઉતારવામાં આવવાનો છે. આ બાતમીના આધારે વહેલી સવારે લગભગ પાંચેક વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ ખેપ હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દમણ અને નાસિકની જાણીતી ડિસ્ટિલરી ઓમાં બનેલી પોલીસે એક ટેન્કરને ઝડપી પાડયું હતું, જેમાં ખાસ બનાવેલા પચોરખાનાથ માં વિદેશી દારૂૂની કુલ 19,375 બોટલ છુપાવવામાં આવી હતી. આ જથ્થાની કિંમત રૂૂા.44,23,220 આંકવામાં આવી છે. એસએમસી દ્વારા દારૂૂ ઠલવાય તે પહેલાં જ સફળતાપૂર્વક આ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂૂની આ ખેપ હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દમણ અને નાસિકની જાણીતી ડિસ્ટિલરી ઓમાં બનેલી હોય અને માત્ર દાદરા-નગર હવેલી તથા દમણ-દીવ માટે જ વેચાણ યોગ્ય હતી.
એસએમસી દ્વારા આ પ્રકરણમાં વિદેશી દારૂૂના જથ્થો રૂૂા.44.23 લાખ ઉપરાંત એક ટેન્કર, એક સ્કોર્પિયો કાર અને એક બોલેરો કાર સહિત કુલ રૂૂા.85,61,720 નો મુદામાલ ઝડેલ છે. આ દારૂૂનો જથ્થો મંગાવનાર અને વેરાવળના કુખ્યાત બુટલેગર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં (1) રેનીશ કાસમ કાપડિયા (2) પાર્થ ગીરીશ રૂૂધાણી અને (3) ધર્મેશ નરસિંહ ખાપંડી ને ઝડપી લઇ પુછપરછ હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી રેનીશ કાસમ કાપડિયા વિરુદ્ધ અગાઉ પણ દારૂૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ટેન્કરમાં ગુપ્ત રીતે બનાવેલા ચોરખાના માંથી વિદેશી દારૂૂની 470 થી વધુ પેટીઓ સાથે વાહનો, મોબાઇલ, રોકડ સહિત નો મોટો જથ્થો સીઝ કરેલ છે જેમાં 4 વાહનો રૂૂા.41 લાખ, 5 મોબાઇલ ફોન રૂૂા.30 હજાર તથા રોકડા રૂૂા.7,800 મળી કુલ રૂૂા.85.61 લાખનો જથ્થો ઝડપેલ છે.એસએમસી ની કાર્યવાહી માં કુલ ત્રણ આરોપી ઝડપાયા છે, જે તમામ ગીર સોમનાથના વેરાવળ વિસ્તારના રહેવાસી છે. જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય 11 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં દમણમાંથી આઇએમએફએલ સપ્લાય કરનાર અજાણ્યો સપ્લાયર, તેમજ જૂનાગઢના રવિ હમીરભાઈ ભરાઈ, બહાદુર દિલુભાઈ બાબરિયા અને જયેશ ઉર્ફે જય મૂલિયાસિયા સહિતના ગુનેગારોનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાક ના પૂર્વ ગુનાહિત રેકોર્ડ પણ છે. આ ઝડપાયેલા ત્રણેય આરોપીની સઘન પૂછપરછ શરૂૂ કરી છે.