ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઇ જવાતો 39 લાખનો દારૂ ઝડપાયો

11:53 AM May 20, 2025 IST | Bhumika
Advertisement

ધંધુકા-લીંબડી પાસેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો

Advertisement

મિનરલ વોટરની આડમાં રૂૂા.39.39 લાખનો દારૂૂ-બિયરનો જથ્થો છૂપાવી દમણથી દ્વારકા જતાં ટ્રકને ધંધુકા પોલીસે લીંમડી ત્રણ રસ્તા પાસેથી ચાલક સાથે ઝડપી પાડયો હતો. જયારે, આ જથ્થો મંગાવનાર અને મોકલનાર બન્ને બુટલેગરના નામ ખુલતાં પોલીસે ત્રણેય વિરૂૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

ધંધુકા પોલીસને બાતમી મળી હતી કે, ફેદરાથી ધંધુકા તરફ આવી રહેલાં ટ્રકમાં મિનરલ વોટરની આડમાં વિદેશી દાર- બિયરનો મસમોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના આધારે ધંધુકા પોલીસ વોચમાં હતી ત્યારે ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસ પોલીસે બાતમીવાળા ટ્રક નંબર જીજે.25.ટી.9459ને શંકાના આધારે અટકાવ્યો હતો અને તેમાં તપાસ કરતા ટ્રકમાં મિનરલ વોટરની બોટલના કેરેટ નીચે છૂપાવેલી વિદેશી દારૂૂની મોટી 960 બોટલ, નાની 5184 તથા પ્લાસ્ટિકની નાની4368 બોટલો મળી આવી હતી. ઉપરાંત,તેની સાથે બિયરની 1632 બોટલ મળી કુલ રૂૂ.39,39,840ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાઈ ગયો હતો. સાથે જ ટ્રક તથા પાણીની બોટલોના 875 કેરેટ અને મોબાઈલ મળી કુલ રૂૂા.46,12,340 ના મુદ્દામાલ સાથે ટ્રકચાલક અમરા ગલાભાઈ મોરી (રહે.રાણપર,તા.ભાણવડ,જી.દેવભૂમિ દ્વારકા)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં ટ્રકચાલક આ જથ્થો તેમના ગામના નાગા રાજાભાઈ કોડીયાતરના કહેવાથી લાવ્યો હોવાનું અને દમણથી અજાણ્યા શખ્સે ભરી આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ધંધુકા પોલીસે ટ્રકચાલક સહિત ત્રણેય વિરૂૂદ્ધ ધંધુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ તળે ફરિયાદ નોંધી ફરાર બન્ને બુટલેગરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags :
crimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement