જૂના બુટ-ચપ્પલની આડમાં છૂપાવેલ 3.74 લાખના દારૂની હેરાફેરીનો પર્દાફાશ
રાજકોટ શહેરના સુમન ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં મોડી રાત્રે પીએસીબીએ દરોડો પાડી અને જુના ચંપલની આડમાં છુપાવેલો 3.74 લાખનો દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો.આ સાથે કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી.
વધુ વિગતો મુજબ,પીસીબીના પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા,એમ.જે.હુણ, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા અને હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે બાતમીને આધારે ભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સુમન ઇન્ડસ્ટ્રીઝ સામે આવેલ ગોડાઉનમાંથી આઇસર ટ્રકમાંથી જુના ચપલ તથા બુટ ભરેલ કોથળાઓની આડમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂૂના જથ્થા સાથે મહેશભાઇ ઉર્ફે મોનુ ગોપાલભાઇ ચૌહાણ(ઉ.વ.32 રહે.પીપરીયા ભીખુભાઇ ની ચાલ વાપી જી.વલસાડ મુળ રહે.મંગોલપુરી બ્લોક નં.કયુ-5 મકાન નં.123 દીલ્હી) અને જાવેદ રહીશભાઇ શેખ(ઉ.વ.36 રહે.આજી વસાહત અનમોલ પાર્ક શેરી નં.2 રાજકોટ)ને ઝડપી લીધા હતા. તેની સાથે 3.74 લાખની અલગ અલગ બ્રાન્ડની 2304 બોટલ સહિત 11.74 લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો.
બંનેની પૂછપરછમાં દારૂૂનો જથ્થો સેલવાસથી ભરી લઇ આવ્યા હતા અને અહીં રાજકોટમાં રામનાથપરામાં રહેતા સોહીલ યુસુફભાઇ થઇમને દારૂૂ આપવાનો હતો.આ દારૂૂનો જથ્થો લાવનાર મહેશે કહ્યું કે ગોડાઉન ભાડે રાખ્યું હતું અને જાવેદ મજૂરી કામ માટે અહીં ગોડાઉનમાં રહ્યો હતો.હાલ ગોડાઉન માલિકને બોલાવી તેની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.