For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજસ્થાનથી જામનગર જતો રૂા.બે કરોડનો દારૂ ઝડપાયો

04:22 PM Dec 09, 2025 IST | Bhumika
રાજસ્થાનથી જામનગર જતો રૂા બે કરોડનો દારૂ  ઝડપાયો

15552 બોટલ દારૂ અને ટ્રક સહિત 2.27 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ : દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ

Advertisement

રાજસ્થાનથી જામનગર જતો રૂૂપિયા 2.2 કરોડનો વિદેશી દારૂૂ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે વટવા-બગોદરા હાઈવે પરથી પકડી પાડી એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે કુલ 15,552 બોટલ દારૂૂ સહિત રૂૂા.2.27 કરોડનો મુદામાલ જપ્ત કરી દારૂૂ મંગાવનાર જામનગરનાં શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય એલબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસ કોન્સટેબલ મહેન્દ્રસિંહને રાજસ્થાન તરફથી જામનગર તરફ દારૂૂનો મોટો જથ્થો એક ટ્રકમાં ભરી જઈ રહ્યો હોવાની ચોકકસ બાતમીનાં આધારે ટીમે વટવા-બગોદરા હાઈવે પર વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થયેલ દારૂૂ ભરેલ ટ્રકને અટકાવી ચાલક મુલ્લારામ દેવારામ જાટ (રહે.બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી ટ્રકમાંથી કુલ 15,552 બોટલ દારૂૂ રૂૂા.2.2 કરોડ અને વાહન, મોબાઈલ, તેમજ રોકડ મળી કુલ રૂૂા.2.27 કરોડનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સની પૂછતાછ હાથ ધરી હતી.

Advertisement

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે દારૂૂનો જથ્થો રાજસ્થાની બૂટલેગર અનિલ જગદીશ પ્રસાદ પંડયાએ મોકલ્યો હતો અને, તે જામનગર સપ્લાય કરવાનો હતો.હાલ પોલીસે સપ્લાયર અને રીસીવર બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

સર્કિટ હાઉસ પાસેથી 571 બોટલ દારૂ બરેલી હ્યુન્ડાઈ વર્ના ઝડપાઈ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પીસીબી ઈ/ચા પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો જે દરમિયાન એ.એસ.આઈ. સંતોષભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ, પો.કોન્સ.દેવરાજભાઈ કળોતરાને મળેલ સંયુકત હકીકત આધારે સરદાર બાગ સરકીટહાઉસ સામેની શેરી રેડીયો સ્ટેશન વાળા રોડ ઉપર આદિનાથ ટાવરની સામેના ભાગેથી હ્યુન્ડાઈ વર્ના કારમાંથી રૂા.36604ની કિંમતની 571 બોટલ દારૂ સાથે આશીફ મીનીવાડીયા (રહે.રાજકોટ)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર મમી રૂા.4,36,604નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જેતપુરમાં બુટલેગરે 8.33 લાખનો દારૂ ઘરમાં સંતાડ્યો, પોલીસે ઝડપી લીધો

જેતપુરના એમજી રોડ પરના મકાનમાંથી દારૂૂની મોંઘી 351 બોટલ સાથે યુવરાજ લુણસર નામના શખ્સને સ્થાનિક પોલીસે પકડી પાડી રૂૂ.8.33 લાખનો શરાબ, કાર, ત્રણ બાઈક સહિત રૂૂ.14.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બેલેન્ટાઈન સ્કોચ, જોની વોકર, બ્લેક ડોગ, ડિવાર્સ સહિતની ઊંચી કિંમતની દારૂૂ ઘરમાં રાખી છૂટકમાં વેંચાણ કરતો હોવાનું ખુલ્યું છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર અને એએસપી સીમરન ભારદ્વાજ દ્વારા પ્રોહીબશન તથા જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવાની આપેલ સુચનાથી જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન એએસઆઇ ભાવેશભાઇ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઇ આગરીયાને જેતપુરના એમજી રોડ પર પોસ્ટ ઓફિસ પાછળ રહેતાં યુવરાજ ભુપત લુણસરના રહેણાંક મકાનમાં દારૂૂનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી દારૂૂની અલગ અલગ પ્રકારની મોંઘી 351 બોટલ મળી આવતાં પોલીસે રૂૂ. 8.33 લાખનો દારૂૂ સહિત કાર, ત્રણ બાઈક મળી કુલ રૂૂ.14.23 લાખનો મુદામાલ કબ્જે કરી મકાન માલિકની ધરપકડ કરી પૂછતાછ આદરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ પોતાના ઘરેથી જ દારૂૂનું વેંચાણ કરતો હતો. પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ તે દારૂૂ ક્યાંથી લઈ આવતો હતો તે અંગે પૂછતાછ હાથ ધરસે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ દારૂૂ સહિતના ગુના પણ અગાઉ નોંધાયેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement