ચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ-ચોટીલા હાઉવે પર નાની મોલડી ગામે સુરેન્દ્રનગર એલસીબીએ બે દરોડા પાડી રૂ. 1 કરોડની કિંમતની 18 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર સાથે બે ચાલકોની ધરપકડ કરી છે. જયારે આ મામલે દારૂ સપ્લાયર તેમજ રાજકોટમા દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સહીત 7 શખ્સોના નામ ખોલ્યા છે. આ મામલે સુરેન્દ્રનગર એલસીબીએ બંને દરોડામા 1.ર3 કરોડ રૂપીયાનો મુદામાલ કબજે કર્યો છે આ દારૂનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હોવાનુ ખુલ્યુ છે.
મળતી વિગતો મુજબ રાજકોટના બુટલેગરે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હોય જેનુ કટીંગ થાય તે પુર્વે સુરેન્દ્રનગર એલસીબીની ટીમે દરોડો પાડયો હતો. પોલીસ ટીમે બે અલગ અલગ દરોડામા 1 કરોડનો દારૂ ઝડપી પાડયો હતો જેમા રાજકોટ ચોટીલા હાઇવે પર નાની મોલડી પાસે પ્રથમ દરોડામા જીજે 12 બીવાય 8029 નંબરનાં ટેન્કરમાથી રૂ. 66.10 લાખના વિદેશી દારૂની 11પ44 બોટલ સહીત રૂ. 76.12 લાખના મુદામાલ સાથે ચાલક મુળ રાજસ્થાનના કમલેશકુમાર સદારામ બિશ્ર્નોઇને ઝડપી લીધો હતો જેની પુછપરછમા આ દારૂનો જથ્થો ગોવાથી ભરવામા આવ્યો હોય અને તે રાજકોટ સપ્લાય કરવાનો હતો ટેન્કરના માલીક સુખદેવરામ ભીયારામ બિશ્ર્નોઇ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે આમ આ દારૂમા રાજકોટના બુટલેગર સહીત 3 ના નામ બહાર આવ્યા છે.
બીજા દરોડામા નાની મોલડી પાસેથી ટ્રક નં જીજે 1ર બીટી 7089 ને અટકાવી તલાસી લેતા તેમાથી રૂ. 37.પ0 લાખની કિંમતનો 6563 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂ પણ રાજકોટ બુટલેગરે મંગાવ્યો હોવાનુ પકડાયેલા ચાલક લક્ષ્મણભારથી આનંદભારથી ગૌસ્વામીએ જણાવ્યુ હતુ. એલસીબીએ દારૂ સહીત રૂ. 47.60 લાખનો મુદામાલ કબજે કરી રાજકોટ બુટલેગર તેમજ દારૂનો ટ્રક લઇને ડીલેવરી આપનાર ક્રિષ્નારામ મારવાડી અને ટ્રકના માલીક ભજનલાલ પ્રેમારામ બિશ્ર્નોઇનુ નામ પણ ખોલ્યુ છે.
રાજકોટ અમદાવાદ હાઇવે પરથી ચોટીલા પાસે એલસીબીની ટીમે રૂ. 1 કરોડનો દારૂ ઝડપી લેતા આ મામલે પોલીસે કાર્યવાહી કરી બંને દરોડામા રૂ. 1.ર3 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાની સુચનાથી એલસીબીના પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઇ જે. વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ આર. એચ. ઝાલા સાથે ટીમના વજાભાઇ, પ્રવીણભાઇ, મેહુલભાઇ, ભુપતસિંહ, વિક્રમભાઇ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.