સાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરાર
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સાયલાના વખતપર નજીક આવેલી જય માતાજી હોટલમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલના માલિક મુનાભાઈ ભુપતભાઈ શિહોરા વિદેશી દારૂૂનું વેચાણ કરે છે.
એલસીબી ટીમે કુણાલસિંહ ઝાલા, કુલદિપભાઈ બોરીચા અને પેરોલ ફર્લો સ્કોડના ભરતભાઈ સભાડ સહિતના પોલીસ કર્મીઓ સાથે દરોડો પાડ્યો હતો. હોટલની પાછળના ભાગમાંથી પ્લાસ્ટિકના ટાંકા અને મીણીયાની થેલીમાંથી વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ ચેલેજ વ્હિસ્કીની 750 મિલીની 24 બોટલ (રૂૂ.31,200), 180 મિલીના 231 ચપલા (રૂૂ.71,110), મેકડોવેલ્સ વ્હિસ્કીના 180 મિલીના 96 ચપલા (રૂૂ.21,400) અને કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બીયરના 500 મિલીના 48 ટીન (રૂૂ.10,560) મળી કુલ રૂૂ.1,39,770નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયલા પોલીસે હોટલ માલિક મુનાભાઈ શિહોરા અને અન્ય સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂૂ કરી છે.