કુતિયાણા નજીકથી પશુદાણની આડમાંથી 1.28 કરોડનો દારૂ ઝડપાયો
નાની-મોટી 14544 બોટલો મળી આવી: 1.38 કરોડનો મુદ્દામાલ જપ્ત: એકની ધરપકડ, બેની શોધખોળ
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવતા કુતિયાણા નજીકથી કરોડો રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર રોઘડા ગામ પાટીયા પાસેથી LCBની ટીમે બાતમીના આધારે આ ગણનાપાત્ર કાર્યવાહી કરી હતી.
LCBની ટીમે હાઇવે પર ટ્રક નં. GJ-11-Y-7650ને રોકીને તેની તલાશી લીધી હતી. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રકમાં પશુ આહારના બાચકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો વિશાળ જથ્થો છુપાવેલો હતો. ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 810 પેટીઓ મળી આવી હતી, જેમાં નાની-મોટી 14,544 બોટલો હતી.
પોલીસે આ સમગ્ર ઓપરેશનમાં 1,28,42,400 (1 કરોડ 28 લાખ 81 હજાર 400)રૂૂપિયાની કિંમતના વિદેશી દારૂૂ સાથે ટ્રક અને અન્ય વસ્તુઓ સાથે કુલ 1,38,81,400 (1 કરોડ 38 લાખ 81 હજાર 400)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
LCBની ટીમે ઘટના સ્થળેથી ટ્રકના ડ્રાઇવર ભીમા નાથાભાઇ ઉર્ફે નથુભાઇ ઓડેદરા (ઉંમર 37, રહે. છાંયા નવાપરા, પોરબંદર) ને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. આ દારૂૂનો જથ્થો મોકલનાર અને ટ્રકના માલિક તરીકે રાજુ અમરાભાઇ કોડીયાતર (રહે. ફુલીવાવનેશ નાગકા ગામ, જી. પોરબંદર) તેમજ અન્ય એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદર એલ.સી.બી.ની આ સફળ કામગીરીએ દારૂૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ પેદા કરી દીધો છે.