For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-મોરબીમાં બે સ્થળેથી 1.24 કરોડનો દારૂ ઝડપાયો

05:12 PM Jan 27, 2025 IST | Bhumika
રાજકોટ મોરબીમાં બે સ્થળેથી 1 24 કરોડનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એકજ દિવસમાં દારૂના બુટલેગરો ઉપર સપાટો બોલાવી દઇ રાજકોટ અને મોરબીમાં દરોડા પાડી 1.24 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ગોડાઉનમાંથી 76.39 લાખનો વિદેશી દારૂ સહીત રૂા.1.11 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડામાં ચાર શખ્સોની ધરપડક કરી છે. જયારે તપાસમાં સાત શખ્સોના નામ ખુલ્યા છે. મારવાડી શખ્સે દારૂના કટીંગ માટે ગોડાઉન ભાડે રાખ્યું હતુ અને દારૂ ભરેલ ટ્રક આવ્યા બાદ કટીંગ થાય તે પૂર્વે જ એસએમસીએ દરોડો પાડયો હતો. જયારે બીજો દરોડો રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર પાડયો હતો. જયાંથી આશરે 47 લાખનો દારૂ ઝડપી પાડયો હતો.

Advertisement

સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લીપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયાની સુચના હેઠળ પીએસઆઇ એ.વી. પટેલ અને ટીમે મોરબી જીલ્લા પોલીસને ઉંઘતી રાખી મોરબીના શનાળા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ટ્રેલરમા દારૂૂનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગોડાઉન પર રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાં વિદેશી દારૂૂનું કટીંગ ચાલુ હોય તે દરમ્યાન વિદેશી દારૂૂની બોટલ નંગ -17514 કિં રૂૂ. 76,39,092 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂૂ. 1,11,94,212 ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારણ ગુરૂૂ, પ્રવિન ભગીરથરામ રહે. બધા રાજસ્થાન વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય સાત ઈસમો અશોક પુનામારામ પુવાર, કમેલેશ હનુમાનરામ, મહેશ ચૌધરી, ટ્રક નંબર -કે.એ.-01-એ.એમ-4523 નો ચાલક, અશોક લેલન ગાડી નં -જીજે-07-ટીયૂ-5131 નો માલિક તથા દારૂૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં રાજકોટ કુવાડવા હાઇવે પર એસએમસીની ટીમે પંજાબથી દારૂ ભરીને આવતા અને પોરબંદર તરફ જતા ટ્રકને રસ્તામાં રોકી દરોડો પાડયો હતો. જેમાં આશરે 47 લાખનો દારૂ મળી આવ્યો હતો. ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પુછપરછમાં એસએમસીએ દારૂનો જથ્થો સપ્લાય કરનાર, મંગાવનાર અને ટ્રક માલીક સહીતનાઓ વિરૂધ્ધ ગુનો નોંધયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement