For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડી અને જસદણ પંથકમાંથી 1.14 કરોડનો દારૂ ઝડપાયો

01:28 PM Sep 16, 2025 IST | Bhumika
લીંબડી અને જસદણ પંથકમાંથી 1 14 કરોડનો દારૂ ઝડપાયો

જાખણ ગામ નજીક SMC અને લીલાપુરમાં LCBનો દરોડો; 41592 બોટલ દારૂ, ટ્રક અને મોબાઈલ મળી રૂા.12 કરોડનો મુદ્દામાલ જપ્ત

Advertisement

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરા ઉડયા હોય તેમ અવાર નવાર વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરો ઝડપાઈ રહ્યાં છે ત્યારે લીંબડીના જાખણ ગામે હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અને જસદણના લીલાપુર ગામે એલસીબીની ટીમે દરોડો પાડી રૂા.1.14 કરોડના દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર અને કલીનરને ઝડપી લીધા હતાં. બન્ને દરોડામાં પોલીસે 41592 બોટલ દારૂ, બે ટ્રક, મોબાઈલ અને રોકડ મળી રૂા.12 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ધોષ બોલાવી હોય તેમ સુરેન્દ્રનગર પંથકમાં અવારનવાર દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપી લીધા છે ત્યારે લીંબડીના જાખણ ગામે હાઈ-વે પર આવેલી ઈન પાર્કીંગ ઓફ પંજાબી પવન ઢાબા નામની હોટલ નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઉભો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ટ્રક ચાલક હરદયાલસિંઘ નારાયણસિંઘ રાવત અને ટ્રક કલીનર ભુપેન્દ્રસિંઘ નીમસિંઘ રાવતને ઝડપી લીધા હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટ્રકની તલાસી લેતાં ટ્રકમાંથી રૂા.5547592ની કિંમતની 28744 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, રૂા.25 લાખની કિંમતનો ટ્રક, રૂા.10500ની કિંમતના ત્રણ મોબાઈલ, રૂા.4.10 લાખની કિંમતના 410 કવરીંગ મટીરીયલ બેગ અને રૂા.1900ની રોકડ મળી રૂા.8469992ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બન્ને રાજસ્થાની શખ્સ વિરૂધ્ધ લીંબડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝડપાયેલા બન્ને શખ્સની પુછપરછમાં રાજસ્થાનના કત્તારસિંઘ અને સુરેન્દ્રસિંઘ રાવત અને ચંદીગઢના અજાણ્યા શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસે મુખ્ય આરોપીના ભાગીદાર અને સપ્લાયર સહિતના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં જસદણનાં લીલાપુરી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક જૂનાગઢ તરફ પસાર થવાનો હોવાની બાતમીના આધારે રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમ લીલાપુર ગામ નજીક વોચમાં ગોઠવાઈ હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા જી.જે.3 બી.ડબલ્યુ 7246 નંબરનો ટ્રક શંકાસ્પદ જણાતાં પોલીસે તેની અટકાયત કરી હતી અને ટ્રકની તલાસી લેતાં ટ્રકમાંથી રૂા.5936400ની કિંમતની 12648 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને ટ્રક મળી રૂા.6530100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીની ટીમે રાજસ્થાની ટ્રક ડ્રાઈવર ધર્મેન્દ્ર કૈલાસજી મેઘવંશી અને ટ્રક કલીનર ગોવર્ધનસિંઘ કાલુસિંગ રાવતને ઝડપી લીધા હતાં. બન્ને શખ્સની પુછપરછમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે રાજસ્થાનના શિવપ્રતાપસિંહનું નામ ખુલ્યું હતું. જ્યારે મંગાવનાર તરીકે અજાણ્યા શખ્સનું નામ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement