જૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ પોલીસને ઉંઘતી રાખી વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 4 સામે ગુનો નોંધાયો
જૂનાગઢ તાલુકાના માખિયાળા પાસે મોનીટરીંગસેલે દરોડો પાડી 10 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. એસએમસીએ જ્યાં દરોડો પાડ્યો તે ગોડાઉન જીપીસીબીના અધિકારીની પુત્રીના નામનું હોવાનું અને તે એક મહિના પૂર્વે ભાડે આપ્યાનું તપાસમાં ખુલ્યું છે.
જખઈની ટીમે માખીયાળા નજીકથી ગોડાઉનમાં લાખો રૂૂપિયાનો દારૂૂ ઝડપી પાડ્યો હતો. જેથી જુનાગઢ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જુનાગઢ માખીયાળા સ્ટેટ હાઈવે રોડથી થોડે જ દૂર આવેલા ક્રિષ્ના સિમેન્ટ વોલ પુટ્ટી હોલસેલના વેપારી નામથી ભાડે રાખેલા ગોડાઉનમાંથી 1700થી વધુ ઇંગ્લિશ દારૂૂની બોટલ કે જેની કિંમત રૂૂ. 10 લાખથી વધુનો દારૂૂ ઝડપી પાડ્યો છે.
માખીયાળા રોડ પર એ વન ઇન્ડસ્ટ્રીઝ ઝોન ગેટ નંબર ત્રણ ની બાજુમાં આવેલું આ ગોડાઉન પ્રદૂષણ વિભાગના અધિકારીનું હોવાનું સામે આવ્યું છે. પ્રદૂષણ વિભાગના અધિકારીએ તેનું આ ગોડાઉન જૂનાગઢના અશ્વિન રાવલિયાને ભાડે આપ્યો હતો. જે ગોડાઉનમાં સિમેન્ટ, વોલ પુટ્ટીના હોલસેલ વેપારી તરીકેનું બોર્ડ લગાવેલું હતું. ગોડાઉનમાં વોલ પુટ્ટીના બાચકાઓ પડ્યા હતા ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલના પીઆઈ એ.વી પટેલ અને તેમની ટીમ દ્વારા વહેલી સવારે ગોડાઉનમાં રેડ કરી હતી.
સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા જૂનાગઢની બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ગોડાઉનમાં રાખેલો દારૂૂ જૂનાગઢના લખન મેરુ ચાવડા અને જયેશ મેરુ ચાવડાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેને લઈ પોલીસે ગોડાઉન ભાડે રાખનાર અશ્વિન રાવલીયા, લખન ચાવડા અને જયેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થર્ટી ફસ્ટ ગઈ એેને હજુ માત્ર બે દિવસ જ થયા છે. જુનાગઢ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના રોજ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જુનાગઢ શહેરના તેમજ જિલ્લાના મુખ્ય માર્ગો પરથી પસાર થતા લોકોને તપાસવામાં આવતા હતા. જૂનાગઢ પોલીસ બંદોબસ્ત માંડ પૂરો કર્યો હતો ત્યાં જ ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને બાતમી મળી કે, માખીયાળા સ્ટેટ હાઇવે નજીક આવેલા સિમેન્ટ વોલ પુટ્ટીના ગોડાઉનમાં લાખો રૂૂપિયાનો દારૂૂ છુપાવવામાં આવ્યો છે. જેના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા ગોડાઉનમાં દરોડો પાડી ₹.10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જખઈ દ્વારા તમામ મુદ્દામાલને તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો છે.