ભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યો
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. ૠઉં 06 ડડ 5326 લઇ વિદેશી દારૂૂ લેવા ગયા હોય અને જ્યાંથી દારૂૂના એક ઠેકામાંથી મસમોટો વિદેશી દારૂૂ ટ્રકમાં ભરી સિહોરના નસેડા ખાતે આવવાના હોવાની ભાવનગર એલ.સી.બી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમી બાદ પોલીસે તાત્કાલિક વલભીપુરમાંથી પસાર થતા હાઇવે ઉપર વોચ ગોઠવી હતી અને આ બાતમીવાળો ટ્રક ન મળી આવતા પોલીસ મુંઝાઇ હતી.
પરંતુ પોલીસે ધિરજ રાખી છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં બુટલેગરો ઉપર વોચ રાખવામાં આવતા અંતે આ બાતમીવાળો ટ્રક વલભીપુરના નવાગામના ઢાળ પાસેથી પસાર થતાં પોલીસે ટ્રકનો પીછો કરી, ડ્રાઇવર ભગીરથસિંહ ગજુભા ગોહિલ (રહે. વલભીપુર હરીઓમ સ્કુલની બાજુમાં, વલભીપુર), ક્લીનર વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ (રહે. સાદાણી પાટીપરા વિસ્તાર, પચ્છેગામ)ને ટ્રકમાંથી ઉતારી, પૂછપરછ હાથ ધરતા, ટ્રકમાં એક ચોરખાનું હોવાનું પોલીસને જણાવતા પોલીસે ચોરખાનું ખોલતા જુદી જુદી કંપનીની વિદેશી દારૂૂની બોટલો નંગ 2320, કિ.રૂૂા. 10,46,320નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂૂના મુદ્દામાલ સાથે ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિહોરના નેસડા ગામે રહેતો બુટલેગર જીતુ ઢીલાને આપવા જવાનો હોય તેમજ આ દારૂૂ સેલવાસ ખાતે ઠેકો ધરાવતા અનિલનું નામ આપતા બંન્ને શખ્સોની પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.