For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યો

01:49 PM Dec 01, 2025 IST | Bhumika
ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી  ટ્રકમાંથી રૂા 30 54 લાખનો દારૂ મળ્યો

ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રોરો ફેરી સર્વિસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ઈલેક્ટ્રીક સામાનના આડમાં લાવવામાં આવેલો દારૂૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ઘોઘા તાલુકાના રો-રો ફેરી સર્વિસના માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી. ટીમને બાતમી મળી હતી કે, ઘોઘા રોરો ફેરી સર્વિસમાં એક ટ્રકમાં દારૂૂનો જથ્થો આવી રહ્યો છે, જેને પગલે ઘોઘા રો રો ફેરી સર્વિસના રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટ્રક આવતા તે ટ્રકને ઉભો રાખીને તપાસ હાથ ધરી હતી.

Advertisement

પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટ્રકને ઉભો રાખીને તેના ચાલકનું નામ પુછતા તેનું નામ અર્જુન બંસીલાલ નટ અને તે રાજસ્થાનનો રહેવાશી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની બાજુની સીટમાં બેઠેલા શખ્સનું નામ પૂછતા તેને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા અને રાજસ્થાનનો રહેવાશી હોવાનું જણાવ્યું હતું. જો કે બંનેને નીચે ઉતારીને પાછળના ભાગમાં રાખવામાં આવેલો માલ સામાન ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે પૂઠામાં રાખેલા ઈલેક્ટ્રીક સામાનના ખોખા નજરે પડ્યા હતા. જો કે ત્યારબાદ પોલીસે ટ્રક ઉપર ચડીને કેબિન તરફ બે નટ ખોલીને તપાસ કરતા દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. કેબિનના અંદરના ભાગમાં ચોરખાનામાંથી દારૂૂની પેટીઓ મળી આવી હતી.

પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આ ટ્રકમાંથી કુલ દારૂૂની બોટલ 2364 જેની કિંમત 30,54,000 થવા જાય છે. પોલીસે ડ્રાઇવર અને કંડકટરને આ દારૂૂ ક્યાંથી લાવ્યા તેને પુછપરછ કરતા અમરસિંહ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંગ નામના શખ્સોએ આ દારૂૂ ગોવાથી ભરાવ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે દારૂૂની બોટલો, મોબાઈલ, ટ્રક મળીને કુલ 40,64,000નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Advertisement

જ્યારે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર અને કંડકટરને ઝડપી લીધા બાદ દારૂૂ મેળવનાર સુરતના રાજુભાઈ અને દારૂૂ ભરી આપનાર અમરસિંગ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંહ તેમજ ડ્રાઇવર અર્જુન બંસીલાલ નટ અને તેની સાથેના વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement