સુરેન્દ્રનગરના દસાડામાં દારૂની હેરાફેરી, 2.28 લાખનો દારૂ જપ્ત : ચાલક ફરાર
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂૂની હેરાફેરી વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દસાડા પોલીસે બાતમીના આધારે વણોદ અને આલમપુરા ગામ વચ્ચે એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂૂનો જથ્થો પકડ્યો છે.
પોલીસ ઇન્સપેક્ટર વાય.જી.ઉપાધ્યાયને મળેલી બાતમી મુજબ મેરા ગામ તરફથી સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર (GJ-05-IN-4962 ) મા દારૂૂનો જથ્થો આવી રહ્યો હતો. આ માહિતીના આધારે વણોદ ગામના ચાર રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલક કાર લઈને આલમપુરા તરફ ભાગી ગયો હતો. પોલીસે પીછો કરતાં આલમપુર-વનપરડી માર્ગ પર ભવનબાબાના તળાવની પાળ પાસે કાર મળી આવી હતી. કારમાંથી ચાલક ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી 562 વિદેશી દારૂૂની બોટલ અને 290 બીયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 2,28,050 રૂૂપિયા છે. કારની કિંમત 2 લાખ રૂૂપિયા મળી કુલ 4,28,050 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કામગીરીમા PI વાય.જી.ઉપાધ્યાય, PSI વી.જે.માલવીયા, ASI હમીરભાઈ કરશનભાઇ, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ મહેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ કમલેશભાઇ પોપટભાઈ, સંજયભાઈ શંકરભાઈ અને ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ સામેલ હતા.