ટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયો
મોરબી LCBએ દારૂૂના બે મોટા કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. LCBની ટીમે રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ ખોટા નામથી ગોડાઉન ભાડે રાખ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 23 જાન્યુઆરીએ ટંકારા તાલુકાના લજાઈ પાસે GIDCમાં શ્રી સંકલ્પ ગોડાઉન સામે એસએમસીએ દરોડો પાડી 11.81 લાખની કીંમતની 2147 દારૂની બોટલ જપ્ત કરી હતી. ત્યાર બાદ 26 જાન્યુઆરીએ મોરબીના શનાળા ગામ પાસે આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ભૂમિ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી 76.39 લાખની કિંમતની 17,514 દારૂૂની બોટલો મળી આવી હતી.
કુલ 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.તપાસમાં બહાર આવ્યું કે, જપ્ત કરાયેલો તમામ દારૂૂ ડુપ્લીકેટ હતો. વાહનોના દસ્તાવેજો પણ ખોટા હતા. ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તિએ કમલેશ હનુમાનરામ નામની ખોટી ઓળખ આપી હતી. કઈઇની ટીમોને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને રાજસ્થાનમાં મોકલવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.