પાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો પકડ્યો છે. પાટડી પોલીસે જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસેથી એક સફેદ ઈકો કારમાંથી વિદેશી દારૂૂની 179 બોટલ અને 27 બીયર ટીન જપ્ત કર્યા છે.
પોલીસે આ કેસમાં બનાસકાંઠાના થરાદના કેસરગામના સિદ્ધરાજસિંહ અણદસિંહ ચૌહાણ અને જોરા શકરાજી મનવરની ધરપકડ કરી છે. કાર, દારૂૂ અને મોબાઈલ મળી કુલ રૂૂ. 3.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટના આટકોટના રમેશ પટેલ અને કારના માલિક સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
બીજી તરફ, દસાડા પોલીસે બેચરાજી હાઈવે પર બેલીમ હોટલ પાસેથી મળેલી બાતમીના આધારે દસાડાના પાટડીયા વાસમાં દરોડો પાડ્યો. અરજણ ઠાકોરની ભાડાની ઓરડીમાંથી 996 વિદેશી દારૂૂની બોટલ અને 335 બીયર ટીન મળી આવ્યા. કુલ રૂૂ. 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દસાડા કેસમાં વિક્રમ ઉર્ફે વિકો લેઢવાણીયા, નરેશ લેઢવાણીયા અને ભરત લેઢવાણીયા નામના ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. બંને કેસની તપાસ અનુક્રમે પાટડીના પીઆઇ બી.સી. છત્રાલિયા અને દસાડાના પીઆઇ વાય.જી.ઉપાધ્યાય કરી રહ્યા છે.