હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યો
વાંકાનેર તાલુકા પોલીસે હોળી-ધુળેટીના તહેવાર પહેલાં મોટી કામગીરી કરી છે. વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂૂની રેડ દરમિયાન વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી કાર પકડી પાડી છે.
પોલીસે કારમાંથી 168 બોટલ દારૂૂ જપ્ત કર્યો છે. આ દારૂૂની કિંમત 1,01,556 રૂૂપિયા છે. કાર નંબર ૠઉં-1-ઊંઞ-9080ની કિંમત 3 લાખ રૂૂપિયા છે. કુલ 4,01,556 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાની સૂચના મુજબ પોલીસ દારૂૂની બદીને ડામવા કામગીરી કરી રહી છે. તાલુકા પોલીસ સ્ટેશનના કિર્તિસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસે સમદેવસિંહ ગજુભા ઝાલા (36, રહે. રાયસંગપર, મુળી, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે. દારૂૂનો જથ્થો મંગાવનાર વિશાલ ગોરધનભાઈ કોળી (રહે. વરડુસર, વાંકાનેર) હાજર મળ્યો ન હતો. બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી તાલુકા ઙઈં ડી.વી.ખરાડીની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.