જામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને રૂૂપિયા સાડા ચાર લાખની માલમતા સાથે જામનગરના એક દારૂૂના ધંધાર્થીની અટકાયત કરી છે. જ્યારે દારૂૂ મંગાવનાર ખાખરા ગામના એક શખ્સ ને ફરારી જાહેર કરાયો છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ દાદુભા ચૌહાણ નામના શખ્સ દ્વારા ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ભરીને ધ્રોળ તાલુકાના ખાખરા ગામે સપ્લાય કરવા જઈ રહ્યો છે.
જે બાતમીના આધારે ખાખરા ગામ પાસેથી રવિરાજસિંહ ચૌહાણને પોલીસે ઝડપી લીધો હતો, અને તેની પાસેથી 113 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી તેમ જ જી.જે. 12 ડી.જી. 7160 નંબરની કાર સહિત રૂૂપિયા સાડા ચાર લાખની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ધ્રોળ તાલુકાના ખાખરા ગામમાં રહેતા મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજાએ ઉપરોક્ત દારૂૂ આયાત કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
