ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

06:03 PM Apr 26, 2025 IST | Bhumika
Advertisement

- રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે 

Advertisement

- મોડી રાત્રે સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ખોટી નંબર પ્લેટનો થયો હતો ઉપયોગ 

 

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત મોડી રાત્રે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટરકારમાંથી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 6.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જો કે આરોપી અંધારામાં અલોપ થઈ ગયો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન રાત્રિના આશરે અગિયારેક વાગ્યે સમયે ખંભાળિયાની ગંગા જમના હોટલ પાસેથી જામનગર માર્ગ પર એક મોટરકારમાં દેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી એલ.સી.બી.ના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા અને લાખાભાઈ પિંડારિયાને મળતા અત્રે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી મઢુલી હોટલ પાસેથી નીકળેલી જી.જે. 05 જે.એસ. 2453 નંબરની હ્યુન્ડાઈ વેન્યુ કારને અટકાવતા આ કારના ચાલકે પોતાની કાર જામનગર માર્ગ પર દોડાવી મૂકી હતી.

પરંતુ એલસીબી પોલીસે તેમના સરકારી વાહનમાં પીછો કરતા થોડો દૂર દલવાડી હોટલવાળા ઓવર બ્રિજના છેડે પોતાની કાર રેઢી મૂકી, અને ચાલક અંધારામાં નાસી છૂટવામાં સફળ થયો હતો.

આ મોટરકારની તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકના 14 બાચકામાં કુલ 140 કોથળી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 1 લાખ 40 હજારની કિંમત નો 700 લિટર દેશી દારૂ તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતની મોટરકાર મળી કુલ રૂપિયા 6.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મોટરમાં તપાસ દરમિયાન ડ્રાઇવર સીટ નીચેથી જી.જે. 14 એ.પી. 6200 નંબરની બે નંબર પ્લેટ મળી આવી હતી. આમ, દારૂની હેરાફેરી માટે બુટલેગર દ્વારા ખોટા રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર કાર્યવાહીની પોલીસે ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી પણ કરી હતી. દારૂના સપ્લાયર તેમજ મંગાવનાર સામે ખંભાળિયા પોલીસ મથકમાં એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયાએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.આઈ. આકાશ બારસીયા, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. કાંબલીયા અને મસરીભાઈ ભારવાડીયા, ભરતભાઈ ચાવડા, દિનેશભાઈ માડમ, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

__________________________

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsliquor
Advertisement
Next Article
Advertisement