ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો

12:18 PM Jul 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવેલ છે જેથી કરીને પોલીસે 4896 બોટલ દારૂૂ અને 11436 બિયરના ટીન કબ્જે કર્યા છે આમ કુલ મળીને 61.01 લાખનો દારૂૂ બીયર તેમજ વાહન સહિત કુલ મળીને 88.11 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને બે આરોપીઓને પકડીને વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પીઆઇ એમ.પી.પંડયાને ખાનગી બાતમી હકિકત મળેલ હતી કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીની ટ્રક નં, યુપી 21 બીએન 8121 રાજકોટ તરફ જય રહ્યો છે અને તે ટ્રકમાં દારૂૂનો જથ્થો ભરેલ છે જેથી કરીને સચોટ હકિકત આધારે ટ્રકની વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનો ટ્રક નીકળતા તેને એલસીબીની ટીમે રોકીને કોર્ડન કર્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તે ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂૂ લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું.

હાલમાં પોલીસે દારૂૂની જુદીજુદી બ્રાન્ડની 4896 બોટલ અને 11436 બિયરના ટીન જેની કુલ કિંમત 61.01 લાખ અને વાહનની કિંમત 25 લાખ, 700 બોક્સ કોલડ્રીંક્સ જેની કિંમત 2 લાખ, 2 મોબાઈલ સહિત કુલ મળીને 88.11 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આરોપી નૌસાદ આબીદભાઇ તુર્ક (50) રહે. હિસામપુર તાલુકો બિલારી જિલ્લો મુરાદાબાદ યુ.પી. અને કુંવરપાલ મહેશભાઈ યાદવ (34) રહે. નગલા નસ્સુ તાલુકો થાણા બિલારી જીલ્લો મુરાદાબાદ યુપી વાળની ધરપકડ કરી છે.

આ શખ્સો પાસેથી માલ મોકલનાર ભાઈ જાન નામના શખ્સનું નામ સામે આવ્યું છે અને માલ મંગાવનાર તથા તપાસમાં ખુલે તેની સામે વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આરોપીઓએ દ્વારા ટ્રકમાં સોડાની બોટલ કે અન્ય ચીજ વસ્તુઓ ભરી તેની ખોટી બિલ્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેની આડમાં દારૂૂ-બિયરનો જથ્થો ભરી તમામ રાજયની બોર્ડર ઉપર ખોટી બિલ્ટી બતાવી દારૂૂ-બિયરની હેરાફેરી કરીને પંજાબ રાજ્યમાંથી ગુજરાતમાં દારૂૂ બીયર લઈને આવે છે.

Tags :
crimegujaratgujarat newsliquorWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement