લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
11118 દારૂની બોટલ, બિયર ટીન સહિત રૂા.49.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
લીંબડી લીંબડી હાઈવે પરથી એલસીબી ટીમે ટ્રકમાંથી 11118 દારૂૂની બોટલ અને બિયરના ટીન સાથે 2 શખસને ઝડપી પાડ્યા હતા. 38 લાખના દારૂૂ સહિત 49.37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લીંબડી હાઈવે પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે અમદાવાદ તરફ દારૂૂ, બિયરનો જથ્થો ભરીને ટ્રક આવી રહી છે. એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, આર.એચ.ઝાલા સહિત ટીમે બાતમીવાળા ટ્રકને ઉભો રખાવ્યો હતો. ટ્રકમાં બનાવેલા ચોર ખાનામાંથી 11,118 દારૂૂની બોટલો અને બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. ટ્રક ચાલક સુરેશ પોલારામ મેધવાળ (રહે. રૂૂગપુરા બીછડાઉ બીસરૂૂ તા.ચોહટન જી.બાડબેર રાજસ્થાન) તથા ક્લિનર પારસ હીરારામ બીશ્નોઈ (રહે.જાણીયો કી ઢાણી, વિષ્ણુનગર જોધપુરવાળા)ને પકડી લેવામાં આવ્યા હતા. 38.06 લાખના દારૂૂ બિયરના જથ્થા સાથે ટ્રક, મોબાઈલ સહિત 49,37,117 રૂૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ટ્રક ચાલક, ક્લિનરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ડુંગરામ મોહનલાલ મેધવાલ (રહે.રૂૂગપુરા પોસ્ટ બીછડાઉ તા.ચોહટન જિ.બાડબેર રાજસ્થાન)ના કહેવાથી જોધપુરથી લુધીયાણા ગયા હતા. ત્યાં ટ્રાન્સપોર્ટનગરમાં અજાણ્યો વ્યક્તિ ટ્રક લઈ ગયો હતો. દારૂૂ, બિયરનો જથ્થો ભરી આપ્યો હતો. લુધીયાણાથી દિલ્હી, આગ્રા, ઈન્દોર, સીંધવા બોર્ડર, ડેડીયાપાડા, નેત્રગ, અંકલેશ્વર, ભરૂૂચ, બરોડા, અમદાવાદ, બાવળા, બગોદરાથી સામખીયાળા તરફ દારૂૂ, બિયરનો જથ્થો ઉતારવાનો હતો. ટ્રક ચાલક, ક્લિનર, દારૂૂ, બિયરનો જથ્થો ભરી આપનાર, મંગાવનાર તપાસમાં ખૂલે તે તમામ શખસો સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 80થી વધુ દારૂૂની પેટીઓ ગુમ થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું લીંબડી હાઈવે પરથી પકડાયેલા દારૂૂ, બિયરના જથ્થામાંથી 80થી વધુ દારૂૂની પેટી ગુમ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. એલસીબી પીઆઈ જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે દારૂૂની પેટીઓ ગુમ થયાની અમુક લોકોએ અફવા ફેલાવી હતી.