ધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરાર
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના નરશીપરા ખાતેથી ગેરકાયદેસર વિદેશી દારૂૂ અને એક ક્રેટા કાર સાથે કુલ રૂૂ. 8,65,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની સંડોવણી સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા કઈઇ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે, કઈઇ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. આર.એચ. ઝાલાએ કઈઇ અને પેરોલ ફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન, પો.કોન્સ. સંજયભાઈ પાઠકને મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં નર્મદા ક્વાર્ટર સામે સંજય ચૌહાણના રહેણાક મકાનના પાછળના ભાગે આવેલા ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી એક ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 1008 કાચની બોટલો, જેની કિંમત રૂૂ. 3,12,960 છે, તે મળી આવી હતી.
આ ઉપરાંત, 240 બિયર ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત રૂૂ. 52,800 થાય છે. આમ, કુલ રૂૂ. 3,65,760નો દારૂૂ અને રૂૂ. 5,00,000ની કિંમતની એક ક્રેટા કાર મળીને કુલ રૂૂ. 8,65,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં નીતિન મથુરભાઈ પરમાર (રહે. નરશીપરા, ધ્રાંગધ્રા) નામના આરોપીની સંડોવણી સામે આવી છે. આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરીમાં કઈઇ ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. આર.એચ. ઝાલા તથા સ્ટાફના પો.હેડ.કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. યુવરાજસિંહ સોલંકી, પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ. સંજયભાઈ પાઠક સહિતની ટીમે ભાગ લીધો હતો.