બગસરાના શાપરમાં વંડામાં બાંધેલા 32 ઘેટા-બકરાનું મારણ કરતા સિંહો
બગસરાના સાપર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા શાપર ગામ ની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડ ના વંડામાં ઘૂસીને એક સાથે 32 જેટલા ઘેટા બકરાનું મારણ કરવામાં આવ્યું હતું.
બગસરાથી તદન નજીક આવેલું શાપર ગામ જ્યાં અવારનવાર સિંહો દ્વારા ઢોર તેમજ ઘેટા બકરા પર મારણ કરવાના કિસ્સા બની રહ્યા છે,ત્યારે ગઈકાલના વહેલી સવારના રોજ સવારે ચાર થી પાંચ વાગ્યે દરમિયાન સિંહો દ્વારા રહેણાક વિસ્તારમાં ઘૂસી સોમાભાઈ પાંચાભાઇ શિયાળના વંડામાં એક સાથે 42 જેટલા ઘેટા બકરા બાંધેલા હતા અને આ ભરવાડ પોતે વિકલાંગ હોવાથી તેમનું ગુજરાન આ ઘેટા બકરાના સહારે ચલાવતો હતો. જ્યારે રાત્રી દરમિયાન સિંહો દ્વારા તેમના વડામાં ઘૂસી આ ઘેટા બકરા પર ત્રાટક્યા અને 32 જેટલા ઘેટાને મોતને ઘાટ ઉતારી દીધા જ્યારે દસેક જેટલા ઘેટા બકરાવો ઇજાગ્રસ્ત પણ થયા હતા.
આ બાબતની જાણ વન તંત્રને કરતા જંગલ ખાતું ત્યાં તત્કાલ દોડી આવેલું હતું.અને આ તમામ મૃતક ઘેટા બકરાને ઘટના સ્થળેથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ભરવાડ સમાજ તેમજ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. જ્યારે વન તંત્ર દ્વારા આવા હિંસક પ્રાણી જેવા કે સિંહ અને દીપડાને સાપર ગામની હદ માંથી ખદેડવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી હતી. જ્યારે આ ભરવાડ સમાજ દ્વારા જેવો પોતાનું ગુજરાત આ ઘેટા બકરાના સહારે ચલાવતા હતા તેને વળતર ચૂકવવામાં આવે જેથી કરીને તેઓ ફરી પોતાનું ગુજરાન ચલાવવા માટે નવા ઘેટા બકરાની ખરીદી કરી શકે તેવી માંગ કરવામાં આવી છે.આવી ઘટના બનતા લોકોમાં ઓહાપો પણ મચી ગયો છે.