For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ

11:40 AM Mar 05, 2025 IST | Bhumika
સાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ

ડ્રગ્સ અને ફૂડ વિભાગ અમરેલી દ્વારા સાવરકુંડલા શહેરમાં આવેલ નંદનવન મેડિકલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.સાવરકુંડલામાં મહુવા રોડ મામલતદાર કચેરીની સામે આવેલ નંદનવન હોસ્પિટલ કે જે કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના ચલાવતા ડોક્ટર ની માલિકીનું છે તે હોસ્પિટલ ની અંદર નંદનવન મેડિકલ સ્ટોર નામની દવાની દુકાન આવેલ છે જેમાં આ બોગસ ડોક્ટરના ભાઈ સંચાલન કરે છે, આ નંદનવન મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે મકાણી ધૃવિલકુમાર ભરતભાઈ નોંધાયેલા છે પરંતુ તેઓ અહીં ક્યારે હાજર હોતા નથી અને આ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વિતરણ કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ગત તારીખ 16/07/2024 ના રોજ મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અમરેલીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ જે અનુસંધાને આ કચેરીના ઔષધ નિરીક્ષક દ્વારા તારીખ 31/08/2024 ના રોજ તપાસ કરી મેડિકલ સ્ટોર ને કારણ દર્શક નોટિસ પાઠવેલ હતી જેના અનુસંધાને તેઓ દ્વારા રજુ કરાયેલ ખુલાસા અન્વયે તેઓની પેઢીનુ લાઈસન્સ તારીખ 03/03/2025 થી તારીખ 09/03/2025 સુધી દિવસ 7 માટે સ્થગિત કરવામાં આવેલ છે. જેથી સાવરકુંડલા શહેરમાં ફાર્માસિસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોરધારકો માં ફફડાટ ફેલાયેલ છે. ડ્રગ્સ અને ફૂડ વિભાગ અમરેલી દ્વારા લેવાયેલા પગલાને સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ આવકારેલ છે અને ભવિષ્યમાં પણ આવા ફાર્માસિસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોર વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવશે તેવું જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement