For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટ

01:54 PM Feb 18, 2025 IST | Bhumika
પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટ

વાઈરલ થયેલા વીડિયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈન્સ્ટોલેશન કરનારની પૂછપરછ

Advertisement

અમદાવાદ સાયબર ક્રાઈમે મેઘા MBBS ટેલીગ્રામ અને યુટ્યુબ ચેનલ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી

કેમેરો હેક થયાના તબીબના બચાવ બાદ ઉહાપોહ થતા હોસ્પિટલમાંથી કેમેરો અચાનક ગાયબ

Advertisement

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી નજીક આવેલા વેસ્ટગેઈટમાં આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવતી મહિલા દર્દીના વાયરલ થયેલા વિડીયો મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં મેઘા એમબીબીએસ ટેલીગ્રામ અને યુ-ટ્યુબ ચેનલ સામે ગુનો નોધી રાજકોટ અને અમદવાદ સાઈબર ક્રાઈમની ટીમે સંયુક્ત તપાસ શરૂૂ કરતા પ્રાથમિક તપાસમાં આ વિડીયો રાજકોટ માંથી જ લીક થયાનું ખુલ્યું છે. વાયરલ થયેલા વિડીયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈંસ્ટોલેશન કરનારની પુછપરછ પણ કરી હતી. ડીસેમ્બર મહિનાના અલગ અલગ વિડીયો જાન્યુઆરીમાં ટેલીગ્રામ અને યુ-ટ્યુબમાં અપલોડ થયા હોવાનું પણ બહાર આવ્યું છે.

પાયલ મેટરનીટી હોસ્પિટલમાં મહિલા દર્દીઓનું ચેકઅપ થતું હોય તેવા પ્રાઈવેટ વીડિયો વાયરલ થઈ રહ્યા હતાં. અમુક અંશે આ વીડિયો વેચાણ અર્થે પણ મુકવામાં આવ્યા હોય તેવું ફલીત થતું હતું. ત્યારે આ વીડિયો મામલે અમદવાદ સાઈબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમના અધિકારીઓ સહિતની ટીમ પાયલ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને તપાસ કરી જરૂૂરી પુરાવા કબજે કર્યા હતા. પાયલ મેટરનીટી હોસ્પિટલના તપાસ વિભાગમાં મહિલાઓની ગોપનીયતા જળવાતી હોય તેવા સ્થળે સીસીટીવી લગાવાયો હતો. તેના મારફત ચેકઅપના વીડિયો લઈ તેને સોશિયલ મીડિયાની સાઈટ પર વેચાણ અર્થે મુકવામાં આવ્યા હતાં. જેનાથી ભારે હોબાળો મચ્યો હતો. આ બધા વીડિયો મેઘા એમબીબીએસ યુ ટ્યુબ પર, ટેલિગ્રામ પર વેચાણ માટે મુકવામાં આવ્યા હતા તેવી માહિતી પણ સામે આવી છે.

જોકે, વીડિયો લીક કેવી રીતે થયા તે એક ગંભીર પ્રશ્ન છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ વીડિયો લીક કરવામાં આવ્યા છે કે કેમ તેને લઈને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બીજો એક ગંભીર સવાલ એ પણ છે કે હોસ્પિટલના લેબર રૂૂૂમમાં સીસીટીવી શા માટે લગાવવામાં આવ્યા હતા? આ બારામાં ડોક્ટર સંજય દેસાઈ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યુ હતુ કે, હોસ્પિટલમાં લગાવવામાં આવેલો કેમેરો કોઈતત્વો દ્વારા હેક કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા વિડીયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈંસ્ટોલેશન કરનારની પુછપરછ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ ઘટના પાછળ હોસ્પિટલનો કોઈ કર્મચારી સંડોવાયેલ છે કે પછી કોઈ અન્યની સંડોવણી છે તે બહાર આવશે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે અને ફરિયાદ નોંધાઈ ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે પોલીસ રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું. જોકે સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગોપનિયતાનો ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement