રૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડ
શહેરના રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરા નજીક નામચીન બુટલેગર દ્વારા દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી. ઝોન-2ની ટીમે દરોડો પાડી રૂૂ.5.14 લાખની 396 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.6.94 લાખના મુદામાલ સાથે ફૂલના વેપારી અને રિક્ષા ચાલક સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જયારે બે નામચીન બુટલેગર ફરાર થઇ ગયા હતા.
મળતી વિગતો મુજબ જેથી એલ.સી.બી. ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલાની ટીમને બાતમી મળી હતી કે, અગાઉ દારૂૂના ગુન્હામાં પકડાયેલ નામચીન બુટલેગર ફેઝલ રાજુભાઇ બ્લોચ અને વિનય રાજુભાઇ ઉકેડીયાએ શહેરના રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરા ખાતે ઈંટના ભઠ્ઠા પાસે જાહેરમાં વિદેશી દારૂૂનો જથ્થો ઉતારેલ છે અને હાલ વિદેશીદારૂૂનું કટીંગ ચાલુ છે. તેવી ચોકકસ હકિકતને આધારે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડતા કટિંગ વખતે નાસભાગ મચીગઈ હતી.
આ દરોડામાં એલસીબીની ટીમે પાડી રૂૂ.5.14 લાખની 396 બોટલ વિદેશી દારૂૂ અને રિક્ષા તેમજ એકટીવા સહીત રૂૂ.6.94 લાખના મુદામાલ સાથે રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરામાં રેહતા રીક્ષા ડ્રાઇવર અલ્ફાઝ ફીરોજભાઇ ગોરી (ઉ.વ.23), રૈયારોડ બ્રહમસમાજ ચોક પાસે શિવપરા શેરી નં.ર રહેતા અમીરખા ફીરોજખા બ્લોચ (ઉ.વ.25) અને ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં.4 બંસી કોમ્પ્લેક્ષની પાછળ રહેતા ફુલના વેપારી યશ ઉર્ફે બીટુ સુરેશભાઇ ઝીંજુવાડીયા (ઉ.વ.26)ની ધરપકડ કરી હતી.
જયારે દરોડામાં દારૂૂનો જથ્થો મંગાવી કટિંગ કરનાર નામચીન બુટલેગર રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરામાં રહેતો ફેઝલ રાજુભાઇ બ્લોચ અને અયોધ્યા ચોક યોગરાજનગરમાં રહેતો વિનય રાજુભાઇ ઉકેડીયા ફરાર થઈ ગયા હતા. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચનાથી એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા,એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, ધર્મરાજસિંહ ઝાલા, ફુલદીપસિંહ રાણાએ કામગીરી કરી હતી.