જામકંડોરણાના તરકાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડો
રાજકોટ રેન્જ રાજકોટના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમ કર સિંહ દ્વારા જીલ્લામા પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ વીવી ઓડેદરા પીએસઆઇ એચસી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફ કાર્યરત હતા એ દરમિયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે જામકંડોરણાનાં તરકાસર ગામની સીમમા દરોડો પાડી દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી સાથે દૈવત સિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ ભીખુભા જાડેજા (ઉંમર વર્ષ 26 રહે તરકાસર ) ને કુલ રૂૂપિયા 53,500 ના દેશી દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર 1200 દેશી દારૂૂ લીટર 50 કિલો ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારું જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે સોપી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.
જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એલસીબી ની કામગીરી થતા દારૂૂના ધંધાર્થીઓમાં સોપો પડી ગયો હતો થોડા દિવસ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઇંગ્લિશ દારૂૂનો મોટો જથ્થો પકડાવવાના કારણે પીઆઈ બીટ જમાદાર અને ડી સ્ટાફના ચાર પોલીસ જવાનો ની બદલી રાજકોટ ખાતે કરી દેવામાં આવી હતી 9 તારીખ ના રોજ જામકંડોરણા ની ફોફળ નદી ના પટમાંથી ખાણ ખનીજ અને ધોરાજી પોલીસ દ્વારા 1,05 કરોડ નો દંડ કરીને સાદી રેતી ઉલેચતા બે લોડર ચાર ડમ્પર પકડી પાડ્યા હતા. અને ફરી પાછી આજે હભબ ની રેડથી હવે શું થશે તેની ચર્ચા ખનીજ માફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલ લોકોમાં થઈ રહી છે