ખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડા
કલ્યાણપુરમાં રાજકોટનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એલસીબી પોલીસે મંગળવારે દેશી દારૂૂ સામે કડક હાથે કાર્યવાહી કરી, બે સ્થળોએથી દારૂૂ તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા મંગળવારે પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખાટલાધાર વાડી વિસ્તારમાં રહેતા પુંજા ધના અવસુરા નામના શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દેશીદારૂૂની ભઠ્ઠી ચલાવતા આ અંગે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ સ્થળેથી પોલીસે 230 લિટર દેશી દારૂૂ, 1550 લીટર દારૂૂ બનાવવાનો આથો તેમજ અન્ય સાધનો મળી, કુલ રૂૂપિયા 86,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પૂંજા ધના અવસુરા પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અન્ય એક કાર્યવાહીમાં આ જ વિસ્તારમાંથી એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાની બાતમી પરથી પોલીસે હરજુગ નાગસી અવસુરા નામના 42 વર્ષના શખ્સને તેના રહેણાંક મકાનમાં અને દેશી દારૂૂ બનાવીને તેનું વેચાણ કરતા પોલીસે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે રૂૂપિયા 26,000 ની કિંમતનો 130 લિટર દેશી દારૂૂ કબજે કર્યો હતો.
ઉપરોક્ત બંને દરોડામાં પોલીસે રૂૂપિયા 72 હજારની કિંમતનો 360 લીટર દેશી દારૂૂ તેમજ ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવામાં આવેલા જુદા જુદા સાધનો મળી, કુલ રૂૂપિયા 1,12,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સિંગરખીયા, એસ.એસ. ચૌહાણ, સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર અને વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના અને હાલ રાજકોટના મેટોડા વિસ્તારમાં રહેતા અતુલ મનસુખભાઈ દેવમુરારી નામના 43 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે ગાંગડી ગામના પાટીયા પાસેથી રૂૂ. 800 ની કિંમતની વિદેશી દારૂૂની આઠ નાની બોટલ સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.