For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂા.4 લાખના સોના-ચાંદીના દાગીના સાથે પરપ્રાંતીયને ઝડપી લેતી એલસીબી

11:35 AM Oct 14, 2024 IST | Bhumika
રૂા 4 લાખના સોના ચાંદીના દાગીના સાથે પરપ્રાંતીયને ઝડપી લેતી એલસીબી
Advertisement

જામનગર શહેરમાં મધુરમ સોસાયટી તેમજ ગોકુલ નગર વિસ્તારમાં બે રહેણાક મકાનના થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એક તસ્કરને રૂૂપિયા ચાર લાખની કિંમતના ચોરાઉ માલસામાન સાથે ઝડપી લીધો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા કરણસિંહ રાજકુમારસિંહ ચૌહાણ નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી અંદાજે રૂૂપિયા ચાર લાખની કિંમતના અલગ અલગ 15 જેટલા સોનાના દાગીના વગેરે કબજે કર્યા હતા, જે અંગે તેની પૂછપરછ કરતાં તેણે જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં થોડા દિવસ પહેલાં એક રહેણાક મકાનમાંથી 3,35,000 ની માલમતાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જયારે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રામનગર શેરી નંબર સાતમાં આવેલા એક રહેણાક મકાનને નિશાન બનાવી લઈ રૂૂપિયા સવા લાખની માલમતા ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જે બંને મકાનમાં કરેલી ચોરી પૈકી ની ચોરાઉ સામગ્રી નું વેચાણ કરવા જતાં એલસીબીના હાથે પકડાઈ ગયો હતો.

Advertisement

ઉપરોક્ત તસ્કર કે જે બંધ રહેણાંક મકાન દેખાય તેની આસપાસ પોતે ચેક કરતો રહેતો હતો, અને બંધ મકાનના બાથરૂૂમ તેમજ ઘરની બહાર રહેતા બુટ- ચંપલ, ઝુમમર સહિતના સ્થળોમાં ચાવી સંતાડવામાં આવેલી હોય તો તેની ચકાસણી કરતો હતો.જેના આધારે બંને મકાનોની સંતાડેલી ચાવી તેણે શોધી લીધી હતી, અને તે ચાવી વડે મકાનનો દરવાજો ખોલી નાખી અંદરથી ચોરી કરી લીધા ની કબુલાત આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement