For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકી

12:09 PM Jun 11, 2025 IST | Bhumika
ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ સી બી ત્રાટકી

જામનગર જિલ્લાના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.અમારા ખાનગી સુત્રો ના જણાવ્યા અનુસાર ધ્રોલ ના હાર્દ સમા એવા ગાંધી ચોક માં જ ખુલ્લેઆમ જાહેર માં આ જુગાર ફુલી ફાલી રહ્યો છે.તારિખ 9-6-25 ના રોજ બપોરે 1 વાગ્યે જામનગર એલ.સી.બી ના પો.હેડ કોન્સ્ટેબલ મયુદીન ભાઈ અલીમીયા સૈયદ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઇ ધાનાભાઈ કોડીયાતર તથા એ.એસ.આઈ ઘનશ્યામ ભાઈ મેરામ ભાઈ ડેરવાળીયા વિગેરે સ્ટાફ ના કર્મીઓ સાથે જામનગર જિલ્લા ના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા ધ્રોલ ટાઉન માં રઝવી સોસાયટી જીયા પીર ની દરગાહ પાસે આવતા સાથે ના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીન ભાઈ અલીમીયા સૈયદ તથા સ્ટાફ ના પોલીસ કર્મીઓને ખાનગી રાહે હકીકત મળેલ કે અંહી આગળ જાહેર માં રોડ ઉપર ફીરોજ ભાઈ દાઉદ ભાઈ મરછીયા ધ્રોલ વાળા જાહેર માં વર્લી મટકા ના આંકડા લખી જુગાર રમી રમાડી પૈસા ની હાર જીત કરે છે.

Advertisement

તેવી હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા એક ઈસમ હાથમાં બોલપેન તથા કાગળની કાપલીમાં કંઈક લખતા જોવા મા આવતા તુરત જ મજકુર ઈસમ ને પકડી લઈને મજકુરનું નામ ઠામ પુછતા ફીરોજ ભાઈ ઉર્ફે બાડો દાઉદ ભાઈ મરછીયા જાતે મેમણ ઉ.વ. 57 રહે રઝવી સોસાયટી જીયા પીર ની દરગાહ પાસે ધ્રોલ જીલ્લો જામનગર મો નં 7567384084 વાળા હોવા નુ જણાવેલ જેથી મજકુરના હાથ માં જોતા કલ્યાણ ઓપનના વર્લી મટકાના આંકડા લખેલા હતા મજકુર ની અંગ જડતી માં 8600 રુપિયા રોકડા અને એક મોબાઇલ ફોન કિંમત રૂૂ 500 મળીને કુલ 9100 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મજકુરને આ વર્લી મટકાના આંકડા વિશે પુછપરછ કરતા પોતે આ વર્લી મટકાના આંકડા ભગીરથસિંહ જાડેજા રહે. મોરારદાસ ખંભાળિયા તા.જી જામનગર મો. નં. 96381 80080 વાળા ને કપાત કરાવતો હોવાનું જણાવેલ જેથી આ બંન્ને ઈસમો વિરૂૂદ્ધ જુગાર ધારા કલમ 12(અ) મુજબ નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement