સુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડ
સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. માલવણ કચોલિયા પાસે આવેલી ઈસ્કોન હોટલ પર વકીલ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને કારમાં તોડફોડ કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે જમીન બાબતમાં વકીલ પર ફાયરિંગ અને હુમલો કરવામાં આવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ફાયરિંગ અને હુમલામાં એડવોકેટ સાજીદ ખાનનો આબાદ બચાવ થયો છે અને ગેડિયાના શખ્સો એડવોકેટ સાજીદ ખાન ઉપર બે રાઉન્ડ ફાયરિંગ અને કાર ઉપર બેસબોલના ધોકા વડે હુમલો કરીને નાસી છૂટ્યા છે.
એડવોકેટ સાજીદ ખાનની પાટડી ખાતે પોતાની ઓફિસ આવેલી છે અને કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને અવારનવાર ફાયરિંગ અને મારામારીના બનાવો બની છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.