હળવદમાં બે રેડમાં દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો
હળવદના સુખપર નજીક માટી ભરેલા ટ્રેલરની આડમાં લઈ જવાતા બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં બીયર ટીન નંગ 2256 રકમ 2.82 લાખ તેમજ ટ્રક ટ્રેલરની કિંમત 20 લાખ કુલ મળી 22.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે આરોપી રામેશ્વર લાલ ઉર્ફે રમેશની ધરપકડ કરવામાં આવી છે તેમજ માલ મોકલનાર દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવાશા તેમજ માલ મંગાવનાર મયુર ઉર્ફ કાલી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક આવેલ ખોડલ રામદેવ હોટલ પાસેથી ટ્રક ટેલરમાં માટીની એડમાં છુપાવીને લઈ જવાતા ઇંગ્લિશ દારૂૂ બિયરનો મુદ્દામાં જપ્ત કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડને ઇંગલિશ દારૂૂની બોટલ નંગ 42 રકમ 59590 તેમજ બિયરના નંગ 24 રકમ 3624 તેમજ ટ્રકની કિંમત 10 લાખ કુલ 11.09.511નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ચેતનસિહ ચૌહાણ તેમજ ધરમશી મહેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે સાથે માલ મોકલનાર કુલદીપ ટાંક તેમજ માલ મંગાવનાર સતિષભાઈ ગઢીયા રહેવાસી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ મોરબી એલસીબીએ અલગ અલગ બે રેડ દરમિયાન 33.96.511નું મુદ્દામાલ કબજે કરી થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓની રંગત બગડી ગઈ છે.