For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં સરકારી અનાજનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો

11:57 AM Jun 26, 2025 IST | Bhumika
ઉપલેટામાં સરકારી અનાજનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો

ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી પછી જમીન દબાણ અને હવે ગરીબોનું સરકારી અનાજ હડપવા માટે ઉપલેટામાં જાણે હોડ લાગી હોય તેમ આવા તત્વો બેરોકટોક અને બેફામ બની રહ્યા છે ત્યારે ગત તા. 24/6/2025ના રોજ રાત્રે ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલ સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે બરફના કારખાનાની બાજુમાં આવેલ ડેલામાં રાખેલા ત્રણ વાહનોમાં અને અંદરના ગોડાઉનમાં અનાજનો મોટી માત્રામાં અનઅધિકૃત જથ્થો અનવરભાઈ ઓસમાણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આ ડેલા ખાતેથી સરકારી અનાજનો જથ્થો ભરેલા ત્રણ વાહનો જે વાહન નંબર GJ/16/AT/5358 તથા GJ/13/ઞ/9203 તથા GJ/06/ડડ/5089 માંથી તેમજ આ ડેલામાં આવેલ ગોડાઉન ખાતેથી ઘઉંનો અનઅધિકૃત જથ્થો 7455 કિલોગ્રામ જેની પ્રતી કિલો કિંમત 28 રૂૂપિયા લેખે કુલ કિંમત 208740/- તથા ચોખાનો અનઅધિકૃત જથ્થો 3340 કિલોગ્રામ જેની પ્રતિ કિલો કિંમત 27/- લેખે કુલ કિંમત 90180/- તથા ચણાનો અન અધિકૃત જથ્થો 285.660 કિલોગ્રામ જેની પ્રતિ કિલો કિમત 70/ લેખે 19996/- એમ કુલ 3,18,916/- ની કિંમતનું અનઅધિકૃત જથ્થો તેમજ એક વજન કાંટો મળી આવેલ છે . ઉપરોક્ત ત્રણે વાહનની તથા વજન કાંટાની અંદાજિત કિંમત 1,14,000/-એમ કુલ કિંમત જથ્થા તથા વાહન 4,32,916/- ની કિંમતનો કુલ મુદ્દામાલ સીઝ કરી અનાજનો જથ્થો ગુ.રા.ના.પુ.ની.લી. ઉપલેટા ખાતે તથા વાહનો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી વ્યવસ્થામાં રોકાયેલા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પીઆઈ બી. આર. પટેલનો સંપર્ક કરી રાત્રિ દરમિયાન ગોડાઉન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા જાણ કરતા પીઆઈ પટેલ સાહેબ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને બીજે દિવસે અનાજના જથ્થાની ગણતરી કરવામાં આવી હતી જેને લઈને મામલતદાર મહેતા દ્વારા મતગણતરીમાં પોલીસ સ્ટાફ રોકાયેલ હોવા છતાં વ્યવસ્થા કરી આપવા બદલ પીઆઈ પટેલનો પણ આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે ઉપલેટા મામલતદાર નિખિલ એચ. મહેતા દ્વારા ખનીજ માફીયાઓ ત્યારબાદ જમીન માફીયાઓ અને હવે અનાજ માફીયાઓ ઉપર ધોંસ બોલાવી રહ્યા છે ત્યારે કરોડોની કિંમતનો મુદ્દામાલ સરકારી તિજોરીમાં જમા કરાવી રહ્યા છે ત્યારે ખનીજ માફીયાઓ, જમીન માફીયાઓ અને અનાજ માફીયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement