For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાડૂતની સગીર પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ મકાન માલિકને 10 વર્ષની સજા

12:22 PM Oct 02, 2024 IST | Bhumika
ભાડૂતની સગીર પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ મકાન માલિકને 10 વર્ષની સજા
Advertisement

ભોગ બનનારને રૂ.6 લાખનું વળતર ચૂકવવા આદેશ

જામનગર શહેરમાં 2016ની સાલના એક કેસમાં ભાડુતની સગીર વયની પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ પોક્સો કાયદાની ખાસ અદાલતે મકાન માલિકને 10 વર્ષની જેલ સજા અને રૂ.15 હજાર દંડનો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની વિગતો મુજબ ડ્રાઈવીંગનું કામ કરતા આરોપી રામસંગ બાલુભા જાડેજા (ઉ.વ.51) સામે પોતાના ભાડુતની સગીર પુત્રીને અડપલા કર્યા બાદ તેના સાથે એકથી વધુ વખત બદકામ કરવા અંગે તા. 1 જાન્યુઆરી-2017ના રોજ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પરથી પોલીસે - આરોપી વિરૂૂધ્ધ દુષ્કર્મની અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો)ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ હતી, અને અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું.

જે કેસ અત્રેની પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે ભોગ બનનારનું નિવેદન, પુરાવા, સરકારી વકીલ એમ. પી. જાનીની રજૂઆતો અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તા. 30 સપ્ટેમ્બર-2024ના રોજ આપેલા ચુકાદામાં આરોપીને દુષ્કર્મ હેઠળ તકસીરવાન ઠેરવીને 10 વર્ષની જેલ સજા અને પોક્સોની કલમો હેઠળ 3 થી પાંચ વર્ષની જેલ તેમજ કુલ રૂૂ. 15 હજાર દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સાથે નાની ઉંમરમાં બનાવ બન્યો હોવાથી તેને સરકારની વીક્ટિમ કમ્પેન્સેશન યોજના હેઠળ રૂૂ. 6 લાખ વળતર ચુકવવામાં આવે. તેવો પણ કોર્ટે આદેશ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement