ઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલો
ઉપલેટામા ભાડુઆતને મકાન માલીક વચ્ચે શૌચાલય સાફ કરવા બાબતે માથાકુટ થતા મકાન માલીક અને તેના પિતરાઇ ભાઇએ સળીયાથી ભાડુઆતને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ ઉપલેટા ઢાંકની ગારી સંત દેવીદાસ પરા કોળી સમાજ પાસે રહેતા અને મજુરી કામ કરતા અસગર નુરમામદ કાજેડીયાએ નોંધાવેલી ફરીયાદમા ફારુક સલાઉદીન સંધવાણી અને તૈફીક કાસમ સંઘવાણીનુ નામ આપ્યુ છે. પાડોશી ફારુક અને અસગર બંને સંયુકત શૌચાલય અને બાથરુમ ઉપયોગ કરતા હોય જે સાફ કરવા બાબતે તેની પત્ની ફરીદા સાથે બોલાચાલી થતા ફારુકે આવી અસગર સાથે ઝઘડો કરીને પોતાની પત્ની શૌચાલય સાફ નહી કરે તુ સાફ કરી નાખજે તેમ કહી ગાળો આપી હતી.
થોડીવારમા આ ઝઘડા વખતે તેનાં કાકાનો પુત્ર તૌફીક કાસમ સંધવાણી ત્યા આવ્યો હોય બંનેએ સાથે મળી અસગરને સળીયાથી ફટકાર્યો હતો. દેકારો થતા પાડોશી છગનભાઇ અને તેમનાં પત્ની સહીતનાઓ દોડી આવ્યા હતા . અને તેમને માર ખાતા બચાવ્યા હતા . ઇજાગ્રસ્તને સારવાર માટે ઉપલેટા હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો . આ મામલે ઉપલેટા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા બંને ભાઇઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.