મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયું
વજેપરની જમીનના અસલ માલિકને જાણ થતાં સાટાખત માટે આવેલા બે શખ્સોને પોલીસના હાથે પકડાવી દીધા
મોરબીમાં જમીન કોભાંડના એક બાદ એક કેસો સામે આવી રહ્યા છે જેમાં વજેપર સર્વે નંબરની જમીનમાં બે આરોપીઓએ બનાવટી ડોક્યુમેન્ટ અને વારસાઈ આંબો બનાવી ખોટા ખાતેદાર તરીકે ઓળખ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના શનાળા રોડ ભક્તિનગર પાસે રાફડાની વાડીના રહેવાસી બાબુભાઈ તળશીભાઈ ચાવડા (ઉ.વ.40) વાળાએ આરોપીઓ અમિત મોહનભાઈ પરમાર રહે રાધા પાર્ક નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી અને દર્શિત પ્રવીણ મેવાડા રહે મોરબી લાયન્સનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 12-11 ના રોજ રાત્રીના દસેક વાગ્યાના સમયે ઘરે મિલનભાઈ પ્રકાશભાઈ ફૂલતરી યા તેમજ જ્ઞાતિના મનસુખ પ્રેમજીભાઈ ડાભી આવ્યા અને તેના મોબાઈલમાંથી મોરબી વજેપર સર્વે નં 767 પૈકી 2 જમીનના 7-12 અને 8-અ તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ જેમાં પિતાજી તળશીભાઈ ભગાભાઈ સતવારાના નામનું દેખાડ્યું હતું અને કહ્યું જમીન તમારે વેચવાની છે મને દલાલ ઈશ્વરભાઈ કૈલાએ જમીન વેચવા માટે એક ભાઈનો કોન્ટેક કરાવ્યો હતો અને મારી પાસે તમારી જમીન વેચવાનું હોવાનું કહીને આવ્યો હતો જમીનના રૂૂપિયા એક કરોડ એંસી લાખમાં આપવાનું નક્કી કરેલ હતું. ગઈકાલે તેને સોદાખત કરવાનું છે સોદાખત કરીને અમારે તેને રૂૂ 20 લાખ આપવાનું નક્કી કર્યું છે.
એટલે વેરીફાઈ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ જમીન વેચવાની નથી અને કોઈએ પિતાના નામ અને અન્ય કોઈનો ફોટો વાળું ડુપ્લીકેટ આધારકાર્ડ અને પાનકાર્ડ તેમજ વારસાઈ આંબો બનાવેલ હોવાનું જણાઈ આવ્યું હતું જમીન બારોબાર કોઈ વેચવા માંગતા હોય જેથી અમે મિલનભાઈ ફૂલતરીયાને કહ્યું તમે કાલે જમીનનું સોદાખત કરવા માટે આવનાર વ્યક્તિ આવે ત્યારે અમને બોલાવજો. તા. 13-11 ના રોજ બપોરના દોઢેક વાગ્યે મિલનભાઈ ફૂલતરીયાનો ફોન આવ્યો કે તમારી જમીન વેચાણ માટે ભાઈ મારી પાસે આવ્યો છે.
કહેતા શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપથી આગળ મહાદેવ મંદિર છે તે શેરીમાં આવજો જેથી ફરિયાદી, તેનો ભાઈ મનસુખભાઈ બંને ગયા અને મિલનભાઈ, મનસુખ પ્રેમ્જીવ્ભાઈ ડાભી તેની સાથે આવેલ દલાલ રોહિત બરાસરા અને ઈશ્વર કૈલા હાજર હતા જમીન વેચવા આવેલ ભાઈ પણ હાજર હતો જેથી તેનું નામ પૂછતાં અમિત મોહન પરમાર જણાવ્યું અને જમીન વેચવા માટે આવેલ ભાઈએ કહ્યું કે મારી પાસે પિતાજી તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું આધાર કાર્ડ છે તારૂૂ આધાર કાર્ડ દેખાડતો તેમ કહેતા તળશીભાઈ ભગાભાઈ સતવારાનું આધાર કાર્ડ દેખાડ્યું હતું અને પિતાજીનું નામ પાન કાર્ડમાં દેખાડેલ અને વારસાઈ આંબો તેની પાસે હોય તે પણ ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી વ્યક્તિને પૂછતાં તેને કહ્યું કે મને આ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ દર્શિત મેવાડાએ આપ્યા અને જમીન વેચવાનું કહ્યું હતું અને રૂૂ 2.50 લાખ આપવાનું કહ્યું હોવાની વિગતો મળી હતી જેથી સમાજના રોહિત શાંતિલાલ કણઝારીયા, ખોડીદાસ નરશીભાઈ કણઝારીયા, જશભાઈ મોતીભાઈ નકુમ, હિતેશભાઈ હડીયલને બોલાવ્યા હતા અને મિલનભાઈ ફૂલતરીયાને આ માણસ ખોટો લાગતા તેને 112 નંબરમાં ફોન કર્યો દરમિયાન બે છોકરાઓ મોટરસાયકલ જીજે 03 એચએમ 6210 લઈને આવ્યા અને જમીન વેચવા આવેલ અમિત મોહનભાઈ પરમાર પાસેથી જબરદસ્તી તેની સાથે લઇ જવા માંગતા હતા પરંતુ અમે ના પાડતા બંને જતા રહ્યા બાદમાં પીસીઆર વાન આવતા અમિતભાઈ પરમારને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને અમિતભાઈ પાસે મારા પિતાજીનું બનાવટી પાન કાર્ડ, આધાર કાર્ડની નકલ અને વારસાઈ આંબાની નકલ તેમજ અમિતભાઈનો મોબાઈલ અને તેનું અસલ પાન કાર્ડ આધાર કાર્ડ રજુ કરું છુ.
આમ આરોપી ઐત મોહન પરમાર અને દર્શિત પ્રવીણ મેવાડાએ ફરિયાદીના પિતાજી તળશીભાઈ ભગવાનજીભાઈ સતવારા નામથી ફોટો વાળું ડુપ્લીકેટ આધાર કાર્ડ, પાનકાર્ડ અને ખોટા વારસાઈ આંબો બનવી વજેપર સર્વે નં 767 પૈકી 2 જમીનના માલિક પિતાજી હોવા છતાં ખોટા ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન વેચવાનું ષડ્યંત્ર રચી ફરિયાદી અને મિલનભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલવી છે.