મોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ
ખાનપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં બે ઇસમોએ કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી એકાદ વર્ષથી કબજો કરી રાખ્યો હતો જે અંગે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના રવાપર રોડ ભક્તિનિકેતન સોસાયટીના રહેવાસી વસંતભાઈ છગનભાઈ રાજકોટિયાએ આરોપીઓ પ્રકાશ તરશીભાઈ જીવાણી અને કલ્પેશ તરશીભાઈ જીવાણી રહે બંને ખાનપર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ વર્ષ 2024 ના જુન મહિનાથી તા. 28 જુન 2025 સુધી ફરિયાદીની માલિકીની ખાનપર ગામની સીમમાં સર્વે નંબર 34 પૈકી 9 ની જમીન હેક્ટર 00-95-10 ચો.મી. વાળી જમીનમાં આધાર વગર ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનમાં વાવેતર કરી, ખેતી કરી, આર્થીક ઉપજ મેળવી હતી તેમજ જમીનનો બિનઅધિકૃત કબજો રાખી જમીન પચાવી પાડી, જમીનનો કબજો ખાલી નહિ કરી કબજો ચાલુ રાખ્યો હતો મોરબી તાલુકા પોલીસે બંને આરોપી બંધુ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
ખાનપર ગામે ઝેરી દવા પી લેતા વૃદ્ધાનું મોત
ખાનપર ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું. મોરબીના ખાનપર ગામના રહેવાસી મનીષાબેન જયસુખભાઈ રાઠોડ (ઉ.વ.60) નામના વૃધ્ધા ગત તા. 28 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં દાખલ કર્યા હતા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને વૃદ્ધાને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.