જામનગરના બેડી વિસ્તારમાં જમીનના ડખ્ખો, બે જૂથ વચ્ચે મારામારી
જામનગર નજીક બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે જમીનના વાંધા ના પ્રશ્ને મુસ્લિમ વાઘેરના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામે લોખંડના પાઇપ ધોકા જેવા હથીયારો ઊડ્યા હતા. જેમાં બંને પક્ષે 8 વ્યક્તિ ઘાયલ થઈ છે. જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર નજીક બેડી વિસ્તારમાં આઝાદ ચોકમાં રહેતા સલીમ મોહમ્મદભાઈ છેર નામના 48 વર્ષના મુસ્લિમ વાઘેલા યુવાને જમીનના જુના વાંધા ના પ્રશ્ને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારની અન્ય પાંચ વ્યક્તિઓ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં રહેતા કારુભાઈ પતાણી, હાજીભાઈ પતાણી, અને તેના બે દીકરાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી પાંચેયને જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ટાંકા લેવા પડ્યા છે. આ ઉપરાંત સામા પક્ષે પણ કારૂૂભાઈ સિદિકભાઈ પતાણીએ પોતાના ઉપર થતા પોતાના પરિવારના અન્ય બે વ્યક્તિ પર હુમલો કરવા અંગે સામા જૂથના હાસમ જાકુબ કકલ, અનવર અબ્દુલ કકલ, મોહમ્મદ અલી શેર અને મહેમુદ મોહમ્મદ અલી છેર વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.