મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યા
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં યુવક ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુ:ખ રાખી યુવકનુ ગળુ દબાવી મારમારી તેની હત્યા નીપજાવી હોવાથી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના નવા ધનાળા પાસે આવેલ લેવેન્ટા લેમીનેટ કારખાનામાં રહેતા અને મજુરી કરતા સુનિતા રવિન્દ્ર અહિરવાર (ઉ.વ.25) એ આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મીયા રહે. બીહારવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીના ભાભી સાથે અવાર નવાર ફોન દ્રારા વાતચીત કરતા હોય તથા સંબંધો કેળવતા હોય જે વાતની ફરીયાદીના ભાઇને ખબર પડી જતા આરોપીને ઠપકો આપતા જેનુ મનદુખ રાખી આરોપીએ ફરીયાદીના ભાઈ ગબ્બર દેવીસિંહ આહીરવારનુ ગળુ દબાવી તથા શરીર ઉપર માર મારી ઇજાઓ પહોચાડી મોત નિપજાવ્યું હતુ. જેથી આ બનાવ અંગે મૃતકના બહેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. 103 (1) તથા એટ્રોસીટી એકટ કલમ-3(2)(5) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીજશોક લાગતા મોત
તલાવીયા શનાળા નજીક બ્રિજનું કામ ચાલતું હતું ત્યારે ટ્રક લઈને યુવાન પસાર થતી વેળાએ ટ્રક વીજતારને અડી જતા વીજ શોક લગતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના ઘૂટું ગામના રહેવાસી હસમુખભાઈ જયંતીભાઈ સોલંકી (ઉ.વ.37) વાળા ગત તા. 12 જુનના રોજ પોતાનો ટ્રક લઈને તલાવીયા શનાળા બાયપાસ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક સાથે પાછળના ભાગે વીજળીનો તાર અડી જતા યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ટ્રેન અડફેટે મોત
લાલપર ગામ નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન ડેમુ ટ્રેનની ઠોકરે ચડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીના લાલપર ગામની સીમમાં કોરલ ગેનાટો કંપનીમાં રહીને કામ કરતા ભોલુ રામભરોસી ગુર્જર (ઉ.વ.26) નામના યુવાન ગત તા. 11 ના રોજ લાલપર નજીક રેલ્વે પાટા બાજુ કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા શરીરના કમરથી બે ભાગ થઇ જતા તેમજ માથે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.