સાયલાના ડોળિયા ગામે કૂવામાં ધક્કો મારી શ્રમિકની હત્યા
વાડી માલિકની ધરપકડ, મૃતકના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
સાયલા તાલુકાના ડોળીયા ગામની સીમમાં વાડી ભાગવી વાવી ગુજારો કરતા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના શ્રામિક પરિવારના યુવાનની હત્યા બાદ આસપાસમાં વસવાટ કરતા શ્રામિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.
સાયલા તાલુકાના ડોળીયા ગામની સીમમાં વાડી ભાગવી વાવી ગુજારો કરતા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના શ્રામિક પરિવારના યુવાનની હત્યા બાદ આસપાસમાં વસવાટ કરતા શ્રામિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દીગુ જેઠુરભાઇ ચૌહાણને મુળી રોડ પરથી ફ્લ્મિી ઢબે દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે ત્યારે પોતાની સામે બનેલ હત્યાની ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા શ્રામિક પરિવારોને પોલીસે મૃતક યુવાનની લાશનું પોસ્ટમાર્ટમ કરાવી કબ્જો સોંપતા વતનમાં રવાના થતા સંવેદનાસભર દ્રશ્યો સર્જાયા હતા.
ધોળા દિવસે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકના ભાઇ દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ બુધવારે ફરિયાદી નેમાભાઇ જે વાડી ભાગવી વાવે છે ત્યાં તેમના પરિવારના સભ્યો ભેગા થયા હતા અને તેમાં મરણ જનાર પીડીયાભાઈ સંગોડ પણ હતા. આ સમયે પીડિયાભાઇ જેની વાડી વાવતા હતા. તે ડોળીયા ગામનો જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દીગુ જેઠુરભાઇ ચૌહાણ નેમાભાઇ સંગોડની વાડીએ બાઇક લઈને આવી ચડયો હતો અને પીડીયાભાઇ સાથે તું મને પૂછયા વગર મારી વાડીએથી અહીં કેમ આવતો રહ્યો છું હવે મને પૂછયા વગર ક્યાંય ગયો તો કૂવામાં નાખીને મારી નાખીશ કહી અપશબ્દો બોલીને ફ્ડાકા ઝીંકી ધક્કો મારતા કુવા નજીક ઊભેલો યુવાન અંદર પડી ગયો હતો.
કૂવામાં દીવાલ સાથે અથડાઈને પડતા પીડીયાભાઇને ગંભીર ઇજાઓ થવા સાથે પાણીમાં ગરકાવ થઇ જતા હાજર પરિવારના સભ્યો ભયભીત થઇ ગયા હતા. યુવાનને કૂવામાં ફેકી આરોપી જયદીપ ઉર્ફે દીગુ ત્યાંથી બાઇક લઈ રફુચક્કર થઈ ગયો હતો. બુધવારે બપોરના સમયે બનેલ બનાવ બાદ 112 નંબર પર કોલ કરી ફાયર બ્રિગેડ ને જાણ કરતા તેઓની ટીમ આવી પહોંચી હતી અને સાથે સાથે પોલીસને પણ જાણ થતા સાયલા પોલીસ નો કાફ્લો ત્યાં પહોંચ્યો હતો અને કૂવામાં પડેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવાનની મૃત્યુ પામેલી હાલતમાં લાશ બહાર કાઢતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યું હતું. પોલીસ દ્વારા પરિવારે કરેલા ઘટનાના વર્ણન બાદ મૃતકના ભાઈ નેમાભાઇ ની ફરિયાદ ના આધારે આરોપી જયદીપ ઉર્ફે દીગુ જેઠુરભાઇ ચૌહાણ વિરુધ્ધ હત્યા નો ગુનો દાખલ કરવા સાથે વિવિધ ટીમો બનાવી તેને ગણતરી ના કલાકોમાં ઝડપી લીધો હતો.
બનાવ બાદ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી પણ સાયલા આવી પહોંચ્યા હતા અને ભોગ બનનાર પરીવાર ને સાંત્વના આપવા સાથે મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમાર્ટમ માટે ખસેડી હતી. ગુરુવારે બપોરે પીડીયાભાઇ ની લાશનું પોસ્ટમાર્ટમ કરાવી કબ્જો પરિવારને સોંપતા તેને અંતિમવિધિ માટે લઈ વતનમાં રવાના થયા હતા.
ઘટનાને નજરે જોનાર એવા ફ્ફ્ડી ગયેલા બે ખેત મજૂરી કરતા શ્રામિક પરિવારો એટલા ડરી ગયેલા હતા કે હાથમાં આવ્યો તે સામાન લઈ રવાના થઇ ગયા હતા અને જતા જતા હવે આ તરફ્ કેમ કરી કામ કરવું નું કહી રડી પડયા હતા.હત્યાના આ બનાવની તપાસ એસ.ટી.એસ.સી સેલ ના ડીવાયએસપી એન. કે.પટેલ ને સોંપતા તેમના દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચ રોજકામ હાથ ધરવા સાથે ઝડપાયેલ આરોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દીગુ જેઠુરભાઇ ચૌહાણની મેડિકલ તપાસ કરાવવાની તેમજ વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.