For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી

05:06 PM Dec 05, 2024 IST | Bhumika
ક્ષત્રિય અગ્રણી પી ટી  જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી
Advertisement

રાજકોટના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.60 લાખના કારખાનેદારે રૂૂ.70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે કારખાનેદારે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જે કેસમાં પી.ટી. જાડેજાએ કરેલી આગોતરા જામીન અરજી સામે મૂળ માલિકે વાંધા રજૂ કરવા સમય માંગતા આગોતરા જામીન અરજીમાં મુદત પડી છે. જે જામીન અરજી પર આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સુર્યોદય સોસાયટી ગંગા એપાર્ટમેન્ટ સામે રહેતાં અને જુના માર્કેટીંગ યાર્ડ ઉપર ગજાનન રી-પાવરીંગ નામનું કારખાનુ ધરાવતા સુરેશભાઈ અમરસિંહભાઈ પરમારને વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહીનામાં ધંધાના કામે રૂૂ.60 લાખની જરૂૂર પડતા પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા)એ ત્રણ મહીનાના 3 ટકા લેખે એડવાન્સ વ્યાજ પેટે રૂૂ.5.40 લાખ વ્યાજના કાપી રૂૂા.29.60 લાખ રોકડા આશાપુરા ફાયનાન્સની ઓફીસ પર આપેલ અને રૂૂ.25 લાખનું આરટીજીએસ કરી કુલ રૂૂ.54.60 લાખ તેઓને આપેલ હતા. તેની સિકયુરીટી પેટે 5-5 લાખના સાત ચેક લખાવી લઇ લીધેલ હતા.

જે રકમ સામે કારખાનેદારે રૂૂ.70.80 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે માલવીયાનગર પોલીસ મથકમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે પી.ટી. જાડેજાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

પી.ટી. જાડેજાએ આગોતરા જામીન અરજી કરતા પોલીસ દ્વારા પી.ટી. જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરવા વિવિધ મુદા સાથે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. આજે મૂળ ફરિયાદી કારખાનેદારે પી.ટી. જાડેજાએ કરેલી જામીન અરજી સામે વાંધા રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગતા આગોતરા જામીન અરજીમાં મુદત પડી છે.
જે જામીન અરજી પર આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયા રોકાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement