For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલો

04:36 PM Nov 27, 2025 IST | Bhumika
ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલો

અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા કહી નાના ભાઇ અને કિશાન સંઘના પ્રમુખ પર હુમલો કર્યો

Advertisement

રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા તેના સગા નાના ભાઈ સાથે તેણે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બોલાચાલી કરી હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે ઘવાયેલા સુરેશભાઇ કણસાગરાએ કરેલા ગંભીર આક્ષેપોને પગલે કુવાડવા રોડ પોલીસે તપાસ શરુ કરી છે. ઘવાયેલા સુરેશભાઇ કણસાગરા કિશાન સંઘનાં પ્રમુખ હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

હાલ અમદાવાદમાં રહેતા અને રાજકોટમાં કુવાડવા રોડ ખાતે ફેક્ટરી ધરાવતા સુરેશભાઈ ગોવિંદભાઈ કણસાગરા(ઉં.વ.63) બુધવારે ગોંડલ રોડ ચોકડી પર આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે તેના મોટા ભાઈ હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરાએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે માથાકૂટ કરી સુરેશભાઈને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુરેશભાઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા પોલીસે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

વધુમા સુરેશભાઈએ જણાવ્યા અનુસાર, અંદાજિત પંદરેક દિવસ પહેલાં જ આ હરિભાઈએ તેના પુત્રને ફેક્ટરી બંધ કરી દેવા બાબતે ખૂનની ધમકી આપી હતી. આ મામલે સુરેશભાઈના પુત્રના મેનેજરની ફરિયાદ પરથી પોલીસે હરિભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો ખાર રાખી આ હરિભાઈએ અમદાવાદથી ભાણેજની દીકરીના લગ્નમાં આવેલા તેના નાના ભાઈ સુરેશભાઈ કણસાગરાને જૂની ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે માથાકૂટ કરી આડેધડ હુમલો કરતાં સુરેશભાઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સુરેશભાઈનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ કરેલી પોલીસ ફરિયાદમાં સુરેશભાઈના પુત્રના મેનેજરે હરિભાઈ સહિતનાઓના નામો આપ્યા હતા. ફરિયાદમાં ઉલ્લેખ કર્યા અનુસાર, આ હરિભાઈ તેના ઝનૂની સ્વભાવને લીધે અવારનવાર આ પ્રકારે માથાકૂટ કરતાં હોય આ ઉપરાંત ઉશ્કેરાઈ જઈ માર માર્યાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેનો ખાર રાખી ફરી એક વાર હરિભાઈએ તેના નાના ભાઈ સુરેશભાઈને આડેધડ માર મારતાં પોલીસે સુરેશભાઈનું નિવેદન લઈ વધુ તજવીજ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement