For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયો

04:07 PM Nov 15, 2024 IST | Bhumika
ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયો
Advertisement

બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે 150 ફૂટ રિંગરોડ પર ભારે વાહનોને પ્રતિબંધનું પોલીસ કમિશ્નરનું જાહેરનામું હોવાં છતાં બેરોકટોક ટ્રક સહિતના ભારે વાહનો શહેરમાં દોડી રહ્યાં છે અને લોકોના જીવ સાથે રમત રમી રહ્યાં છે. પરંતુ પોલીસ મુકપ્રેક્ષક બની રહી છે. ત્યારે ગઈકાલે બિગ બજાર પાસે ક્રિષ્ના કોંક્રેટનો ટ્રક ચાલક બેકાબુ બન્યો હતો અને દસેક વાહનોનોને હડફેટે લઈ કડુચલો બોલાવી દિધો હતો.બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતાં માનવ હેમરાજભાઈ ધોલીયા નામનો 24 વર્ષનો યુવાન ગઈકાલે તે સાંજના પાંચેક વાગ્યાના પોતાનું બાઈક લઇ 150 ફૂટ રિંગરોડ પર બિગ બજાર સામે આવેલ ઇમ્પીરીયલ હાઇટસમાં કામથી ગયેલ હતો.

Advertisement

તેને પોતાનું બાઈક ઈમ્પીરીયલ હાઇટસની દિવાલ પાસે પાર્ક કરી ઇમ્પીરીયલ બિલ્ડીંગમા અંદર ગયો હતો. થોડી વાર બાદ બહાર આવતા એક ટ્રક નં. જીજે-03-એચઈ-2353 નો ચાલક ટ્રક પુરપાટ ઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ઘસી આવેલ અને તેમનું પાર્ક કરેલ બાઈક અને અન્ય વાહનોને હડફેટે લઇ દીવાલમા ટ્રક ભટકાવી દીધેલ હતો. બેકાબુ બનેલ ટ્રકના ચાલકે દસેક જેટલા વાહનોને હડફેટે લીધાં હતાં. જે બાદ ટ્રક ક્રિષ્ના કોંક્રેટના હોવાનું ખુલતાં વાહન ચાલકે ક્રિષ્ના કોંક્રેટના સંચાલકને ફોન કરતાં જવાબ મળ્યો હતો કે, તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરી નાંખ, તમારા જેવાં સાંજ પડે એટલે કેટલાય આવે કહી ચોરી માથે સીનજોરી જેવું વર્તન કર્યું હતું. જે મામલે ફરિયાદીએ 100 નંબરમાં કોલ કરી પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement