કોડીનાર સેશન્સ કોર્ટ પત્નીના ખૂનનાં ગુનામાં દોષિત થયેલ પતિને ફટકારતી આજીવન કેદની સજા
દસ વર્ષ અગાઉ પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારેલ
મૂળ કોડીનાર તાલુકાના વેલણ ગામની અને વેરાવળ તાલુકાના નાવદરા ગામે પરણાવેલી હંસાબેન નામની યુવતી ના ખૂન ના ગુનામાં તેના જ પતિ હરેશ ને કોડીનાર કોર્ટે આજીવન સજા અને રૂૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે દસ વર્ષ પહેલાં બનેલા બનાવની હકીકત એવી છે કે કોડીનાર તાલુકાના વેલણ ગામની હંસાબેન ના લગ્ન વેરાવળ તાલુકાના નાવદરા ગામના હરેશભાઈ ટાભાભાઇ સાથે થયા હતા.
લગ્ન જીવન દરમિયાન તેને ચાર વર્ષનો દીકરો જેનું નામ પિયુષ છે આ દરમિયાન પતિ-પત્ની વચ્ચેના અણ બનાવને કારણે હંસાબેન તેના પિયર વેલણ ગામે આવ્યા હતા. દરમિયાન હંસાબેન ના ભાઈ નું પથરીનું ઓપરેશન કરાવવાનું હોય તેની માતા હંસાબેન તથા તેના પુત્ર પિયુષને તેના રોણાજ ગામે રહેતા તેના માસી રતનબેન બાલુભાઈ વાઢેર ના ઘરે બે દિવસ માટે મૂકી ગયા હતા દરમિયાન આ હકીકત ની જાણ હંસાબેનના પતિ હરેશને થતા તે ગત તારીખ 16- 9- 2015 ના રોજ રોણાજ રતનબેન ના ઘરે આવેલો બેનનો જમાઈ ઘરે આવતા તેની આગતા સ્વાગતતા કરીને તેને ચા પીવા માટે રતનબેન ગામમાં દૂધ લેવા ગયા હતા એ દરમિયાન ગમે તે કારણોસર ઉસકેરાઈ જઈને હરેસે તેના પત્ની હંસાબેનના ગળામાં તિક્સણ હથીયાર મારીને મૃત્યુઘાટ ઉતારી હતી.
બાદમાં તેનો પસ્તાવો થતા પોતાની જાતે પોતાના પેટમાં પણ તીક્સણ હથિયાર મારી દેતા તે લોહી લુહાણ થઈને પડી ગયેલ દરમિયાન રતનબેન દૂધ લઈને આવતા રૂૂમનો દરવાજો અંદરથી બંધ હાલતમાં જોતા તે રાડા રાડ કરવા લાગેલા અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. દરમિયાન અંદર રહેલા તેના ચાર વર્ષના પુત્ર પુત્ર પિયુષને દરવાજો ખોલવા કહેતા તેણે દરવાજો ખોલ્યો હતો ત્યાં હરેશ અને હંસા લોહી લુહાણમાં પડેલા જોવા મળ્યા હતા બંનેને તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં હંસાબેન ને ડોક્ટરે મરણ જાહેર કર્યા હતા ઘટનાને નજરે નિહાળેલ બાળ સાહેદ પિયુષનું જે તે સમયે પોલીસે નિવેદન લીધું નહોતું પરંતુ કોર્ટની ચાલુ ટ્રાયલ એ સાહેદ પિયુષને તપાસવા કોર્ટે મંજૂરી આપતા તેની જુબાનીના આધારે અને સરકારી વકીલની ધારદાર દલીલ ધ્યાને રાખીને કોડીનાર સેશન્સ કોર્ટે પત્નીના ખુનના ગુનામાં દોષિત ઠરાવીને પતિને આજીવન કેદની સજા અને રૂૂપિયા 10,000 નો દંડ ફટકારો હતો