કિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ
શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. 3માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી, સોનાના દાગીનાની લૂંટ ચલાવાયાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી લઇ બે આરોપી કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.22, રહે. હાલ કારડિયા રાજપૂત છાત્રાલય, જૂની ધરમ સિનેમા સામે, મૂળ સતાપર, તા. જામજોધપુર) અને તેની મિત્ર સ્નેહલબા પ્રતાપસિંહ ગોહીલ (ઉ.વ.22, રહે. હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, બ્લોક નં. 333, કોઠારિયા સોલવન્ટ, મૂળ છાત્રા, તા. તળાજા)ને ઝડપી લઇ લૂંટી લીધેલા સોનાના દાગીના સહિત કુલ રૂૂા. 7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઘટનામા ભકિતનગર પોલીસ મથકનાં પીઆઇ એમ. એમ. સરવૈયા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહીતનાં સ્ટાફે બંને આરોપીને બનાવવાળી જગ્યાએ લઇ જઇ રીક્ધટ્રકશન કરાવ્યુ હતુ જેમા બંનેએ કબુલ્યુ હતુ કે મૃતક બરકતભાઇનુ કિશને મોઢુ દબાવી ગળા પર છરીનો એક ઘા ઝીકી દીધો હતો. જયારે આજ છરી વડે સ્નેહલબાએ છરીનો એક ઘા પેટમા ઝીકી દીધો હતો. (તસવીર: મુકેશ રાઠોડ)