For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇ

11:55 AM Jun 18, 2025 IST | Bhumika
બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇ

2024માં સુરતમાં કેસ નોંધાયો હતો, બિલ્ડરના વીડિયો બનાવી ખંડણી માગી હતી

Advertisement

એક વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જેમાં બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કરતા ફરિયાદ થઇ હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત સાત સામે ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેતે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી. જ્યારે કીર્તિ પટેલ છેલ્લા એક વર્ષથી ભાગતી ફરતી હતી. જેને કાપોદ્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

Advertisement

કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરીતો દ્વારા એનકેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. બિલ્ડર પાસેથી રૂૂપિયા બે કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આપી હતી.

આ કેસમાં ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.

વજુ કાત્રોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement