મોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલો
મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને ગામની ત્રણ મહિલા સહિત કુલ મળીને 11 લોકોએ માર માર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી કરીને આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા અને ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઇ લાભુભાઇ સુરેલા, મેહુલભાઇ લાભુભાઇ થરેસા, અનિલભાઇ દિલીપભાઇ, અરવીંદભાઇ દિલીપભાઇ, રાકેશભાઇ દિલીપભાઇ, વિજયભાઇ રામસુરભાઇ, રમેશભાઇ રામસુરભાઇ, મહેશભાઈ ભીમજીભાઈ, મનસુખભાઇના પત્નિ, દિલિપભાઇ લાભુભાઇના પત્નિ અને પ્રવિણભાઇ ભીમજીભાઇના પત્નિ રહે. બધા સોખડા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરેલ હતી જેનો ખાર રાખીને મનસુખભાઇ લાભુભાઇ સુરેલા તથા મેહુલભાઇ લાભુભાઇ થરેસાએ ફરીયાદીને ઉભા રાખીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને જાતી પ્રત્યે અપમાનીતકર્યા હતા અને ત્યાર બાદ અનિલભાઇ દિલીપભાઇએ લાકડાના ધોકા વડે માર મારી ડાબા પગે ધુટણ નીચે ઈજા કરી હતી તેમજ સાહેદ વસંતભાઈ રમેશભાઇને મનસુખભાઇ લાભુભાઇ સુરેલા તથા મેહુલભાઇ લાભુભાઇ થરેસાએ લાકડાના ધોકા વડે ડાબા પગના ઘુટણના ભાગમા માર મારી ઈજા કરી હતી અને ફરિયાદીના દિકરા પ્રકાશભાઈને મહેશભાઈ ભીમજીભાઈએ પકડી રાખીને વિજયભાઇ રામસુરભાઇએ માથાના ભાગે તથા જમણા પગના ઘુટણના ભાગે તથા ડાબા ખભાના ભાગે તથા ડાબા હાથ ની કોણી ઉપર લોખંડની ટામી મારી ઈજાઓ કરી હતી અને મનસુખભાઇ લાભુભાઇ સુરેલાએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીના પત્ની મુરીબેનને તથા ફરીયાદીના પુત્ર વધુ ધારાબેન ત્રણ મહિલાઓ દ્વારા લાકડીઓ વડે મારમારી મુંઢ ઇજાઓ કરવામાં આવી હતી અને મનસુખભાઇ લાભુભાઇ સુરેલાએ ફરીયાદીના શર્ટના ખીસ્સામાંથી ઓપો કંપનીનો મોબાઇલ તથા રોકડા રૂૂપિયા આશરે પાચેક હજાર લઇ લીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ- 304(2), 118(1), 115(2), 352, 351(3), 54 તથા જી.પી.એકટ કલમ 135 તથા એટ્રોસીટી એકટ કલમ- 3(1)(આર)(એસ), 3(2)(5-એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.